ટ્રેઈલર અને ઈકોગાડી વચ્ચે અકસ્માતમાં બે ના મોત અને એકને ઇજાઓ

ટ્રેઈલર અને ઈકોગાડી વચ્ચે અકસ્માતમાં બે ના મોત અને એકને ઇજાઓ
Spread the love

થરાદ સાંચોર હાઇવે પર સોમવારે સાંજના સમયે ટ્રેઈલર અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ઈકોમાં સવાર બે વ્યક્તિઓનું મોત તેમજ એકને ફેકચર થતાં અજયદાન ખુમદાન ગઢવીએ ટ્રેઈલર ચાલક વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. થરાદ સાંચોર હાઇવે પીલુડા નજીક ટ્રેઇલર નંબર HR56 B6853 તેમજ ઈકો ગાડી નંબર GJ-06-HD-4476 વચ્ચે અકસ્માત સર્જાતા ઈકો ગાડીમાં બેઠેલ કરણીદાંન ખુમદાંન ગઢવી તેમજ જબરદાન કેસરદાન ગઢવીને ભારે ઇજાઓ થતાં મોત થયું હતું.

જાડેજા ધર્મેન્દ્ર પૃથ્વીરાજસિંહને પગે ફેક્ચર તેમજ શરીરે ઈજાઓ પહોંચી હતી અને ટ્રેઈલર ચાલકે પુરઝડપે તેમજ ગફલતભર્યું વાહન હંકારી બેના મોત અને એકને ઈજાઓ પહોંચાડી ટ્રેઈલર મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ મૃતક બંનેની લાશોને થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને ઈજાગ્રસ્તને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ફરિયાદ થરાદ પોલીસ મથકે દાખલ કરવામાં આવતાં થરાદ પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત (થરાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!