કેનાલમાં વારંવાર ગાબડા પડતા હોઈ કાસવી તેમજ દૈયપના ખેડૂતોએ આવેદનપત્ર

કેનાલમાં વારંવાર ગાબડા પડવાથી ખેડૂતોને થતી હેરાનગતિ સંદર્ભે કાસવી તેમજ દૈયપ ગામના ખેડૂતોએ થરાદ નર્મદા કચેરી સહિત નાયબ કલેકટરને રજૂઆત કરી તપાસ તેમજ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી, દૈયપ ડ્રસ્ટીક કાસવીની સીમમાં આવેલ સર્વે નંબર 19માં તારીખ ૦૮/૦૨/૨૦૨૦ ના રોજ રાત્રીના 3 વાગ્યાના સુમારે ડ્રીસ્ટીક કેનાલમાં અંદાજિત 45 મીટરનું ગાબડું પડ્યું હતું, ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જયારે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર તપાસમાં આવેલા ત્યારે તેઓએ કહ્યું કે વધું અવરફલો પાણી છોડાવવાથી કેનાલ તૂટી ગયેલ છે તેમ જો તમે નહી કહો તો રિપેરીંગ કામ કરાશે નહી તેવી ખેડૂતોને બળજબરી પૂર્વક જવાબદારી લેવડાવવાની ફરજ પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ કેનાલ 2 વર્ષ રવિ સિઝન માટે ચાલુ રાખવામાં આવે છે તેમજ કેનાલમાં જો 2 ફૂટથી વધુ પાણી છોડવામાં આવે તો કેનાલ તૂટી જતાં ખેડૂતોને હેરાનગતિ ભોગવવી પડતી હોવાનું જણાવ્યું હતું. કેનાલ તૂટવાનું કારણ હલકી ગુણવત્તાનું બાંધકામ તેમજ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરેલ હોઈ તપાસ તેમજ યોગ્ય કાર્યવાહી કરવા ખેડૂતોએ માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો માંગણીઓ નહિ સંતોષાય તો ના છૂટકે નામદાર કોર્ટેના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત (થરાદ)