મોરબીમાં અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર પી.એમ.ધાખડા તથા કુલદિપસિંહ જાડેજા તથા નગીનભાઈ ડાંગર તથા હિરેનભાઈ આહિર તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ પેટ્રોલીંગ દરમિયાન મળેલી હકીકત બાતમીના આધારે મોરબી રોડ નવા માકૅટીંગ યાડૅ આગળથી આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
- અજીત ભીખાભાઈ જાખણીયા. દેવીપુજક ઉ.૨૦ રહે. સાતહનુમાન મંદિર પાછળ કુવાડવા રોડ રાજકોટ.
- ગોપાલ જેશાભાઈ સાડમીયા. દેવીપુજક ઉ.૨૨ રહે. સાતહનુમાન મંદિર પાછળ કુવાડવા રોડ રાજકોટ.
- ભીખાભાઈ નાનજીભાઈ જાખણીયા. દેવીપુજક ઉ.૪૦ રહે. સાતહનુમાન મંદિર પાછળ કુવાડવા રોડ રાજકોટ.
મુદામાલ
અતુલ રીક્ષા.૨ તથા કટર. ગણેશીયો. લોખંડની તણી. કટર. કિ.૧.૦૬.૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર પી.એમ.ધાખડા તથા મયુરભાઈ પટેલ તથા યુવરાજસિંહ ઝાલા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા અમિતભાઈ અગ્રાવત તથા કુલદિપસિંહ જાડેજા તથા નગીનભાઈ ડાંગર તથા સંજયભાઇ રૂપાપરા તથા પ્રદિપસિંહ જાડેજા તથા હિરેનભાઈ આહિર.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)