અફરા તફરીની એક્ટ્રેસ ખુશી શાહ ઓડિયન્સના રિસ્પોન્સથી આશ્ર્ચર્ય ચકિત થઈ ગઈ

ખુશી શાહ ની ફિલ્મ “અફરા તફરી”ની જેમ જેમ રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ તે આ મોટા દિવસને વધાવવા માટે તૈયાર છે. એક્ટ્રેસ ખુશી શાહ અપકમિંગ હોરર કોમેડી “અફરા તફરી”માં સોનલની ભૂમિકા ભજવી છે, આ ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરના રિલીઝ બાદ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.
ખુશીએ પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ટ્રેલર અને પોસ્ટરને લોન્ચ કરતા જ ખૂબ જ સારો ઓડિયન્સનો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓડિયન્સ મને જે પ્રકારે પ્રેમ આપી રહ્યા છે એ આશીર્વાદ સમાન છે. મારા ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ આ ફિલ્મ માટે ઉત્સાહિત છે.
હું આશા રાખું છું કે ઓડિયન્સ તેમનો પ્રેમ અને શુભેચ્છાઓ ફિલ્મની રિલીઝ બાદ પણ અકબંધ રાખે, જે અત્યાર સુધી તેમણે નિભાવ્યો છે.

ખુશી શાહે હાલમાં મલ્હાર ઠકકર સાથે તેમના મ્યુઝિક વિડીયો “આઝમાકે ના દેખી” ની સફળતાને માણી રહી છે.
ખુશી શાહે પોતાની ફિલ્મ “અફરા તફરી” ને પ્રમોટ કરવામાં કોઈ કસર છોડી નથી. આ ફિલ્મમાં ખુશી શાહ સિવાય અન્ય કલાકારમાં મિત્ર ગઢવી, ચેતન દૈયા, શેખર શુકલા, સ્મિત પંડ્યા, રાગી જાની, આર જે હર્ષિલ જેવા બીજા કલાકારે પણ અભિનય આપ્યો છે.
ફિલ્મના નિર્માતા મુકેશ ઠક્કર , હિતેશ શાહ, ચંદુલાલ પટેલ અને આશિષ ગાલા છે.
“અફરા તફરી” નું કવોલિટી અને ઈવા પ્રોડક્શનું સહિયારું નિર્માણ છે અને આ ફિલ્મનું દિગ્દર્શન વિરલ રાવે કર્યું છે. આ ફિલ્મ આગામી 14 ફેબ્રુઆરી 2020 ના રોજ કરવામાં આવશે.