રાજકોટ : મોટરકાર વાહનો માટે GJ-03-LG સીરીઝના બાકી રહેતા ગોલ્‍ડન-સિલ્‍વર નંબરોનું ઇ-ઓકશન

રાજકોટ : મોટરકાર વાહનો માટે GJ-03-LG સીરીઝના બાકી રહેતા ગોલ્‍ડન-સિલ્‍વર નંબરોનું ઇ-ઓકશન
Spread the love

પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી. રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩-એલ.જી. (GJ-03-LG) સીરીઝના ૧થી ૯૯૯૯ નંબરો પૈકી બાકી રહેતા ગોલ્‍ડન અને સિલ્‍વર નંબરો તથા અગાઉની સિરિઝના બાકી રહેલા ગોલ્‍ડન અને સિલ્‍વર નંબરોના ઇ-ઓકશનથી શરૂ કરવામાં આવશે. આ માટે તા.૧૨.૨.૨૦૨૦ થી તા.૧૩.૨.૨૦૨૦ સુધી ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જી.જે.૦૩-એલ.જી. (GJ-03-LG) સીરિઝમાં ગોલ્‍ડન અને સિલ્‍વર નંબર માંથી પસંદગીનો નંબર મેળવવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૧૪ ના સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લું રહેશે. તથા કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ નોટિસબોર્ડ પર સાંજે પ્રસિધ્‍ધ કરવામાં આવશે.

જે પરિવહન સાઇટ પર પણ ઓનલાઇન જોઇ શકાશે. પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે. ઓકશનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફટવેરમાં તથા અન્ય કોઇ ટેકનિકલ અનિયમિતતા ઉભી થશે. તેનું યાંત્રિક નિવારણ બાદ કાર્યવાહી હાજ ધરાશે. પસંદગી નંબર માટે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ લીધેલ નિર્ણય આખરી ગણાશે. ઇ-ઓકશન પ્રક્રિયા પરી થયા બાદ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ પ માં ઇ પેમેન્ટ દ્વારા ભરણુ કરી ફોર્મ આરટીઓ કચેરીમાં જમા કરાવવાના રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!