જૂનાગઢના વિસાવદરમા સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયેલ આરોપીને પોલીસે પકડી પડ્યો

જૂનાગઢના વિસાવદરમા સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયેલ આરોપીને પોલીસે પકડી પડ્યો
Spread the love

ગુજરાત રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલિસ વડા સૌરભ સિંધ દ્વારા જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન નો ને સૂચના કરતા અપહરણ કરી ગયેલ સગીર વયની યુવતી ને શોધીને આરોપીને પકડી પડ્યો

ડિવિઝનના ડીવાયએસપી અને પ્રોબેશનર ડીવાયએસપી એમ. ડી. બારૈયાના જણાવ્યા પ્રમાણે_પકડાયેલ આરોપી છેલ્લા ચાર વર્ષથી અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો હતો, જેની ધરપકડ કરી, પકડાયેલ આરોપી વિનુભાઈ જીણાભાઇ ડાભી તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ, આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ અને લગ્ન કરી લીધેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પિયાવા ગામ ખાતેથી સને 2016 ની સાલમાં ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી વિનુભાઈ જીણાભાઇ ડાભી રહે. પિયાવાં ગામ, તા. વિસાવદર જી. જૂનાગઢ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને પ્રોબેશનર ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.આર.પટેલ, પીએસઆઇ એસ.કે.માલમ, હે.કો. નિલેશભાઈ, વિમલભાઈ, અવિનાશભાઇ, જયંતિભાઇ, મહિલા પો.કો. ભાવિકાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમિયાન વિસાવદર પોલીસને બાતમી મળેલ કે, આરોપી વિનુભાઈ ડાભી ભોગ બનનાર સગીરા સાથે લગ્ન કરી લીધા છે અને હાલમાં પીયાવા ગામમાં જ રહે છે, વિસાવદર પોલીસ ટીમ દ્વારા આરોપી વિનુભાઈ જીણાભાઇ ડાભી કોળી ઉવ. 30 રહે. પીયાવાં ગામાં તા. વિસાવદર જી. જૂનાગઢ તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડી, આરોપી વિનુભાઈ ડાભીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, આગળની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.પી. વરિયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
મો.8488990300
મો.7016391330

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!