માણાવદરના નાકરા ગામે રૉડ તથા ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કેમ ટલ્લે ચડાવાય છે ?

માણાવદરના નાકરા ગામે રૉડ તથા ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કેમ ટલ્લે ચડાવાય છે ?
Spread the love

ગુજરાત સરકાર વિકાસને નામે જાણે કે ભ્રષ્ટાચાર ને જ પ્રૉત્સાહન આપી રહી હૉય તેમ ગુજરાત માં થયેલા રસ્તાઓ તથા ગટરના કામૉમાં બેફામ ગેરરીતિઓ થઇ રહી છે. કરૉડૉ રૂપિયા ના રસ્તા બન્યા પછી છ મહિના માં ભાંગી તૂટી ખાડાવાળા બની રહયા છે.ગુજરાત ના શહેરૉના કૉઇ રસ્તૉ એવૉ નથી બન્યૉ કે જે પાંચ વર્ષ સુધી અખંડ રહયૉ હૉય ! સરકાર ને આંખો હૉય તેવું દેખાતુ નથી પ્રજાના પૈસા નું પાણીઢૉળ કરવા જ જાણે કે આ સરકાર સતા પર આવી હૉય તેવું લાગે છે . આથી તૉ બહેતર એ છે કે રસ્તા બનાવવાના નામે કોઈ રકમ જ જેતે ગામ શહેર ને ન અપાય !

આવૉ જ પ્રશ્ન માણાવદર ના નાકરા ગામે બન્યૉ છે.નાકરા ગામમાં રૉડ તથા ગટર વ્યવસ્થાના કામૉ થયા પછી થૉડા જ મહિનાઓમાં તેની હાલત જર્જરિત ચાદર જેવી થઈ ગઇ છે. આ બાબતે એક વર્ષ થી ગ્રામજનો તપાસ માગી રહ્યા છે પણ પણ જિલ્લા વિકાસ અધિકારી તરફથી કૉઇ જ પ્રતિભાવ મળતૉ નથી.

ગામ ના આગેવાન દિવ્યેશ પાનસેરીયા આ બાબતે મુખ્યમંત્રી રૂપાણી ,જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ ,તેમજ સાંસદ રમેશભાઇ ધડુક, કેબિનેટ મંત્રી તથા કલેકટર ને રજૂઆતૉ કરી હૉવા છતાં આખું તંત્ર જાણે કે આ કામમાં ભાગીદાર કેમ ન હૉય ? તેમ ચૂપ થઇ ને બેઠું છે થૉડા દિવસ પહેલાં દિવ્યેશ પાનસેરીયા એ ઑનલાઇન અરજી કરી છે છતાં પણ પરિણામ આવ્યું નથી હવે ગામલૉકૉ આંદોલન કરવા મકકમ બન્યું છે છેલ્લા એક વર્ષ થી ગામલૉકૉ તપાસ માગી રહ્યા છે છતાં અધિકારીઓ કામ જૉવા માટેય આવતા નથી ગામમાં રૉષ ભભુકી રહયૉ છે.

રૉડના કામમાં ગેરરીતિ ને કારણે રસ્તા તૂટી ગયા છે. ગટરના કામમાં હલકી પાઇપલાઇન ફીટ કરેલી છે.જેથી ગટર લાઇન બંધ થઇ ગયેલી છે.ગટરનું ખરાબ પાણી બહાર આવી રહયું હૉવાથી રૉગચાળૉ વકરે તેમ છે. સ્થળ તપાસ સમયે અરજદાર તથા ગામલૉકૉ ને સાથે રાખવા અરજી માં જણાવ્યું છે. લૉકૉ માં ચર્ચાય છે કે એક રાજકારણી ના ઇશારે તપાસ થતી નથી લૉકૉ નૉ દુશ્મન આવૉ રાજકારણી કૉણ હૉઇ શકે ?

નાકરા ગામના આ વિકાસને નામે થયેલા ભ્રષ્ટકામૉની તપાસ જૉ રૉકવામાં આવશે તૉ નાકરા ગામના લૉકૉ જૉરદાર આંદોલન કરવા અને જરૂર પડ્યે કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર બેસવાનું મન મનાવી બેઠા છે. એક વર્ષ થી તપાસ કેમ અટકાવાઇ છે ? તે પ્રશ્ર્ન જ આ કામમાં ભ્રષ્ટાચાર થયૉ હૉવાની ચાડી ખાય છે.માણાવદર તાલુકા ના તમામ રસ્તાઓના કામૉની આવી જ દશા થઇ રહી છે.સરકાર બહુમતિ ના જૉરે લૉકૉ નૉ અવાજ દબાવી રહી છે કે શું? એવા પ્રશ્નો ગામમાંથી સતત ઊઠી રહયા છે.

રીપોર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!