રાજપીપળાની ઝાંસીની રાણી કન્યાશાળાની રાજા રજવાડા વખતની ઈતિહાસીક ઇમારત તોડી પાડવા નિર્ણય સામે વિરોધ

રાજપીપળાની ઝાંસીની રાણી કન્યાશાળાની રાજા રજવાડા વખતની ઈતિહાસીક ઇમારત તોડી પાડવા નિર્ણય સામે વિરોધ
Spread the love
  • કન્યા શાળાનો જૂનું મકાન તોડી પાડવા જિલ્લા પંચાયત નો નિર્ણય.
  • આ અગાઉ બે વાર હદ રહેલી કાર્યવાહી લોકોના વિરોધને કારણે મુલતવી રખાઈ હતી.
  • નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ વસાવાને ઇમારત તોડવાની માંગ કરી રીનોવટ કરવા જણાવ્યું.

નર્મદા ના વડામથક રાજપીપળા શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ રાજા રજવાડા વખતની ઈતિહાસીક ઇમારત ઝાંસીની રાણી કન્યાશાળા રાજપીપળાની આન,બાન અને શાન ગણાતી હતી. મજબૂરી બાંધકામ ધરાવતી કન્યાશાળા આખરે જર્જરિત થતાં તેને તોડી પાડવાના નિર્ણય સામે આમ જનતા માંથી વિરોધનો સૂર ઉઠયો હતો. અને ત્યારે તંત્રએ તેની પૂર્તિ જાળવણી નહીં કરતા આ બિલ્ડિંગ પડું પડું થઇ રહી હતી. તેથી આ બિલ્ડિંગ શિક્ષણ વિભાગે આ બિલ્ડીંગની બાજુમાં જ આરસીસી બિલ્ડીંગ બનાવીને નવી કન્યાશાળા શરૂ કરી છે. આ બાબતે નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ વસાવા જણાવ્યું છે કે રાજપીપળા નગરપાલિકા પ્રમુખે આ બાબતે વાંધો રજૂ કરાવવો જોઈએ અમે સદસ્યો તેમની સાથે છીએ આ મકાન એક ઐતિહાસિક વિરાસત છે, તેનું સમારકામ કરી તેને હેરિટેજ માં જાળવવી રાખવી જોઈએ. આ મકાનમાં કેટલાય વિદ્યાર્થીની બહેનોએ ભણીને સારું શિક્ષણ મેળવીને અધિકારી અને પદાધિકારી બની ચૂક્યા છે. આમ જનતા એ પણ તેને રિનોવેટ કરી ને આ ઇમારત ના તોડવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજવાડા સમયની જૂની બિલ્ડીંગ તોડી પાડવા અગાઉના સત્તાધીશોએ બે વાર પ્રયાસ કર્યા હતા. અને લોકોના વિરોધના કારણે આ બિલ્ડિંગ રજવાડા સમયની વિરાસત હોય આ સ્થળે કોઈ મ્યુઝિયમ બને તેવી લોકોની માંગ હતી,હવે આ બિલ્ડિંગ તોડી પાડવા સંદર્ભે આ બિલ્ડિંગના મૂળ માલિક રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહ ગોહિલે ઉપરાંત પુરાતત્વ વિભાગમાં આવેલ હેરિટેજ તથા તેના પુરાવા અને સંમતિ મેળવી લઈને નર્મદા જિલ્લા પંચાયતના સત્તાધીશો એ નગરજનોને વિશ્વાસમાં લીધા વગર જ આ બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય કરી કાર્યવાહી હાથ ધરી છે, તેથી આમ જનતા આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત થઈ છે. આમ રજવાડી સમયની અને શહેરના મુખ્ય માર્ગની કન્યાશાળાનું બિલ્ડીંગ કે આગામી દિવસોમાં ધરા શાહી થશે તો પુનઃ આમ આ મામલે શહેરીજનોમાં થી વિરોધનો સૂર ઉઠે તો નવાઈ નહીં.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!