જુનાગઢ કલેકટર દ્વારા એક જ દિવસમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે અનેક ગુનામાં સંકળાયેલ ત્રણ ઈસમોના પાસા વોરંટ ઇસ્યુ

જુનાગઢ કલેકટર દ્વારા એક જ દિવસમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે અનેક ગુનામાં સંકળાયેલ ત્રણ ઈસમોના પાસા વોરંટ ઇસ્યુ
Spread the love

જુનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ* દ્વારા જૂનાગઢ જિલ્લામાં ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે આરોપીઓ તડીપાર ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં માટે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝનના પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી. બડવા, એન.કે.વાજા, તથા સ્ટાફના એ.એસ.આઈ. ગોવિંદભાઇ, હે.કો. ભગવાનભાઈ, પો.કો. રોહિતભાઇ, કૈલાસભાઈ સહિતના સ્ટાફે અતિ ગુપ્તતા જાળવી પાસા દરખાસ્ત તૈયાર કરી, પ્રોહી. બુટલેગર અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા રબારી યુવી. રહે સંજયનગર, ગાંધીગ્રામ, જૂનાગઢના વિરુધમા પાસાં ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી, *જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ મારફતે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘી સાહેબ સમક્ષ મોકલી આપતા, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પાસા ધારા મુજબ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ હતું…._

_જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ ખાતે રહેતા અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા જાતે રબારી યુવી. રહે સંજયનગર, ગાંધીગ્રામ, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર રકમના મુદામાલના જેતપુર, જુનાગઢ સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ ચાર થી પાંચ ગુનાઓ તેમજ મારામારીના બે થી ત્રણ ગુન્હાઓ સહિત કુલ સાત આઠ ગુન્હાઓમાં સંડોવાયેલ આંતર જિલ્લા આરોપી હોય, ઉપરાંત આ માથાભારે આરોપી વિરુદ્ધમાં ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવામાં આવેલ હોવા છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ, આ બને ભૂતકાળમાં અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિ ડામવા માટે ધરપકડ કરવામાં આવી.

જૂનાગઢ ડિવિઝનના ડી, વાય,એસ, પી યપ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ* નાઈટ દરમ્યાનજ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, એક જ રાતમાં તેની બજવણી કરી અને *પાસા અટકાયતી અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા રબારી યુવી. રહે સંજયનગર, ગાંધીગ્રામ, જૂનાગઢની પાસા ધારા હેઠળ અટકાયત કરી, તેને લાજપોર જેલ, હવાલે સુરત ખાતે મોકલી આપવા કાર્યવાહી* કરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)
મો.8488990300
મો.7016391330

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!