વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનો દિપ દર્શન માધ્યમિક શાળા આહવા ખાતે શુભારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા લેવાતી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી – ૨૦૨૦ ની પ્રેક્ટિકલ પરીક્ષા ૧૪/૦૨/૨૦ના પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના કુલ :૩૧૧ વિધાર્થીઓ માટે જિલ્લા પરીક્ષા કેન્દ્ર : દિપ દર્શન માધ્યમિક શાળા આહવા (કેન્દ્ર નંબર – ૧૦૫/૦) ખાતે સવારે ૧૦.૦૦ કલાકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા સાહેબ, શાળાના આચાર્યશ્રી સિ. સુહાસિની જે પરમાર, ઝોનલ અધિકારી શ્રી કે.ડી પરમાર, મદદનીશ કેળવણી નિરીક્ષક શ્રી કે.એમ.પરમારની ઉપસ્થિતિમાં પરીક્ષાર્થીઓને મીઠાંઈ વહેંચી શુભેચ્છાઓ પાઠવી પરીક્ષાનો શુભારંભ કરાવ્યો હતો અને પ્રથમ દિવસની પરીક્ષા શાંતી પૂર્ણ માહોલમાં પુરી થઇ હતી.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)