કડી પાલિકાએ જેટલા ૪૫૦ ભૂતિયા નળ કનેકશન શોધી કાઢ્યા

કડી નગરપાલિકાએ વેરા વસુલાત ની કામગીરીમાં કડકાયી અપનાવી છે ત્યારે બાકી રહેલા વેરા ધારકો અને શહેરમાં નગરપાલિકાની પાણીની લાઈનમાં ગેરકાયદેસર રીતે પાણીના જોડાણ કરી પાણીનો ઉપયોગ કરતા આશરે 450 જેટલા નળ કનેક્શનો નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઝડપી લઈ તેમની પાસેથી વેરા વસુલવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી 152 જેટલા ગેરકાયદેસર પાણી કનેક્શન ધરાવતા લોકો પાસેથી વહીવટી ખર્ચ પેટે રૂ.8.50 લાખ દંડ રૂપે વસુલવામાં આવ્યો છે. હજુ પણ પાણીની લાઈનમાં સીધી મોટર જોડનારા શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પાલિકા ચીફ ઓફિસર નરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
કડી શહેર ના તમામ વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેના પગલે નગરપાલિકા ના ચીફ ઓફિસર નરેશભાઈ પટેલની સૂચનાથી મિલન પટેલ,વાસુદેવભાઈ ઓડ તથા નગરપાલિકાની ટીમ દ્વારા કરેલ ચકાસણીમાં 450 થી વધારે લોકોએ નગરપાલિકાની પાણીની લાઈનમાં ગેરકાયદેસર રીતે પાણીના કનેક્શન લીધા હતા જેનો પાણીવેરો પણ ભરવામાં આવતો ન હતો તેથી નગરપાલિકા દ્વારા તેમના ઉપર કડક કાર્યવાહી હાથ ધરી છે.