આહવાના વનાર ગામે પાઇપલાઇનના કામમાં એસો. અને ઇજાદારની મિલીભગતના કારણે ભારે ગેરરીતિ….

ડાંગ આહવા તાલુકાના મહારાષ્ટ્ર બોડરે આવેલ વનાર ગામે પાઇપ લાઇનના કામમા ઇજારદાર દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવી રહી છે છતાં વાસમોના ઉપલા અધિકારી અને વાસમોના ઇજનેરે જાણે આંખ આડા કાન કરી ભ્રષ્ટાચાર કરવા ઇજાદારને ખુલ્લી છૂટ આપી હોય એવું માલુમ પડી રહ્યું છે. પાઇપ લાઇન ના કામમાં પાઇપ જમીનના ૧ મિટર અંદર દાટવાનો હોય છે પરંતુ વનાર ગામે ફક્ત ને ફક્ત અમુક જગ્યાએ પાઇપ અંદર છે જયારે બાકી જગ્યાએ ખોદાણ ઓછુ અને પાઇપ અમુક જગ્યાએ ઉપર જ છે. જે તસ્વીરમાં નજરે પડી રહ્યું છે. આ બાબતે ગામના જાગરુત નાગરીક વિજય ઠાકરે દ્વારા વારંવાર ઇજાદારને કહેવા છતાં ઇજાદારે પોતાની મનમાની કરીને સરકારના વિકાસના હેતુ પર પાણી ફેરવી મુક્યું છે છતાં તંત્ર આંખ ખુલ્લી કરી રહ્યું નથી.આ બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી નિષ્પક્ષ તપાસ કરાવે એ જરૂરી બન્યુ છે જેથી સરકાર ના લાખો રૂપિયાનુ કામ સાર્થક થાય.એ જ પ્રજાની માંગ છે.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)