કડીની મહિલા આર્ટસ કોલેજમાં રંગોત્સવ ૨૦૨૦ ઉજવાઇ ગયો

- કડી ની એમ.પી.શાહ એજ્યુકેશન ટ્રષ્ટ સંચાલિત મણીબેન એમ.પી.શાહ આર્ટસ કોલેજ માં વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના કૌશલ્યને અભિવ્યક્તિ કરતો રંગોત્સવ 2020 ગયા સપ્તાહે ઉજવાયી ગયો.
રંગોત્સવ 2020માં સભાધ્યક્ષ તરીકે એમ.પી.શાહ એજ્યુકેશન ટ્રષ્ટ કડી ના મંત્રી શ્રી નલિનભાઈ શાહ ઉદ્દઘાટક તરીકે સ્ટેન્ડીંગ કમિટી નગરપાલિકા કડી ના નીતિનભાઈ કે પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.મુખ્ય મહેમાન તરીકે રોટરી કલબના મેમ્બર ચિરાગભાઈ ઠાકર તથા ભાવિનભાઈ પટેલ પ્રમુખ પનઘટ કલાકેન્દ્રની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.અતિથિ વિશેષ તરીકે એમ. પી. શાહ એજ્યુકેશન સોસાયટીના કારોબારી સભ્ય સુરેશભાઈ પટેલ તથા લો-કોલેજના આચાર્ય , ગો.પો.પ્રાથમિક શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો આરંભ મંગલમય પ્રાર્થના તથા દીપ પ્રાગટય થી કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રી. ડૉ. હીનાબેન પટેલે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી આગંતુક મહેમાનોનુ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું.45 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા ડાન્સ, ગરબા અને નાટક રજૂ કરવામાં આવ્યા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. સંગીતાબેન આચાર્ય તથા કોલેજ વિદ્યાર્થીની નાયક ખુશ્બૂ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં ડૉ. વંદના બેન ઠક્કરે આભારવિધિ કરી અને સાંસ્કૃતિક કમિટીના કન્વીનર વર્ષાબેન બ્રહ્મભટ,ડૉ. વંદનાબેન એસ ઠક્કર તથા સંગીતા બેન આચાર્ય ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયી ગયો.