આજે રાજયકક્ષાના ૪૯મા ફળ-ફૂલ, શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શન-હરિફાઈનો પ્રારંભ થશે

Spread the love

વડોદરા,
શહેરના એલેમ્બિક ગરબા ગ્રાઉન્ડ ખાતે રાજ્યના બાગાયત ખાતા અને બરોડા એગ્રી-હોર્ટિકલ્ચર કમિટિના સયુંક્ત ઉપક્રમે આગામી તા.૧૪ થી ૧૭ સુધી રાજ્યકક્ષાના ૪૯મા ફૂળ-ફૂલ, શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શન-હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વવિધ જાતના ફૂલો, ફળો શાકભાજી અને બોન્સાઈના નમૂના પ્રદર્શિત કરવામાં આવશે અને ૭૭થી વધુ વિવિધ જાતના ફૂલ, છોડ, બાગાયતી ઓજારોના સ્ટોલ ગોઠવવામાં આવશે. આ પ્રદર્શનનનું શુભારંભ તા.૧૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન ઉપાધ્યાય કરાવશે અને કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં સાંજે ૫.૩૦ કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજાશે.

બરોડા એગ્રી-હોર્ટીકલ્ચર કમિટિના વાઈસ ચેરમેન શ્રી વાય.એમ. રાણાએ જણાવ્યું કે, ફૂળ-ફૂલ, શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શનમાં રાજ્યના ૧૪ જિલ્લાના નર્સરીઓ ઉપરાંત પૂણે, બેંગલોર, કોચિન સહિતની શહેરોની નર્સરોઓ આ પ્રદર્શનમાં ફૂલ-છોડ પ્રદર્શિત કરશે.

બાગાયત સાથે સંબંધિત ઓજારો, ચીકુ, દાડમ વગેરે ફળોના જ્યુસ, વિવિધ પ્રકારના સલાડ ડેકોરેશનનું નિદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનનું એક્ઝોટીક ફ્લાવરનું ખાસ આકર્ષણ રહેશે. તેમજ વેણી, વરવધૂના હારનંુ પ્રદર્શન અને તેને વ્યાવસાયિક રીતે સફળ બનાવવા માટે માર્ગદર્શન પણ આવશે. વધુમાં શ્રી રાણાએ વડોદરાના નગરજનોને આ પ્રદર્શન-હરિફાઈનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!