આજે વડોદરા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે
વડોદરા,
કલેકટર કચેરી વડોદરા સ્થિત ધારાસભા હોલ ખાતે તા.૧૫ ફેબ્રુઆરી-૨૦૨૦ને શનિવારના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે. નાગરિક અધિકારપત્રને લગતી બાકી અરજીઓની સમીક્ષા કરવામાં આવશે. સાંસદ-ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. વહીવટને લોકાભિમુખ કરવા તાબા કચેરીનું બાકી નિરીક્ષણ ચર્ચા, સરકારી લ્હેણાની વસૂલાત, વિજીલન્સ કેસ, તમાકુ નિયંત્રણ ભંગ બદલ કરવામાં આવેલ કેસ, પડતર તુમાર નિકાલ, ફરિયાદ કાર્યક્રમ હેઠળ ચર્ચા, માહિતી અધિકાર નિયમ-૨૦૦૫ અન્વયે મળેલ અરજીઓના નિકાલ, જિલ્લાના તાકીદના પ્રશ્નો, અધિકારીઓના ફેરણા દરમિયાન રજૂ થતાં પ્રશ્નોના નિરાકરણ, પંચાયત કે અન્ય વિભાગ સાથેના સંકલન અને બિનનિવાસી ભારતીયના પ્રશ્નો સહિતની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ અધ્યક્ષસ્થાનેથી જરૂરી સૂચનો આપશે. બેઠકમાં પદાધિકારીશ્રીઓ અને વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહેશે.