તા.૧૮મીએ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેર અને એપ્રેન્ટિસ ભરતીમેળા યોજાશે

Spread the love

વડોદરા,
વડોદરા જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેર અને એપ્રેન્ટિસ ભરતીમેળા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યુવાનોને તેમની કુશળતા થકી સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા ભરતીમેળા યોજવામાં આવે છે. નોકરીદાતાઓને તેમના ઔદ્યોગિક જરૂરિયાત મુજબના જરૂરી કૌશલ્યસભર ઉમેદવારો મળી રહે તે માટે પણ ભરતીમેળા માધ્યમ બની રહે છે.

તા.૧૮ ફેબ્રુઆરી-૨૦૨૦ને મંગળવારના રોજ પાંજરાપોળ, દરજીપુરા મેદાન, એરફોર્સ સ્ટેશનની બાજુમાં, એપીએમસીની પાસે, સયાજીપુરા હાઇવે વડોદરા ખાતે યોજાનાર આ ભરતી મેળામાં જિલ્લાના ખાનગી નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ પર રોજગારવાંચ્છુઓને રોજગારીની તક મળશે. આ ભરતીમેળામાં ધો.૮ પાસ, એસએસસી, એચએસસી, સ્નાતક, ડિપ્લોમા, આઇટીઆઇ પાસ થયેલ હોય તે સહિતના ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

ઉમેદવારો લીંક-ક્યુઆર કોડ https://forms.gle/Qp7FiWRZSfaeWfpf6 પર નોકરીદાતાઓએ https://forms.gle/enTXRQbRyBZTChsF8 પર રજીસ્ટ્રેશન કરાવવું. વધુ વિગતો માટે મદદનીશ રોજગાર નિયામકશ્રી, મોડલ કેરિયર સેન્ટર, પહેલો માળ, આઇ.ટી.સી. બિલ્ડીંગ, આઇ.ટી.આઇ. તરસાલી કેમ્પસ, વડોદરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!