ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જ્યંતિ નિમિત્તે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાયો

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જ્યંતિ નિમિત્તે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાયો
Spread the love

ભરૂચ,
ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજ્યંતિ નિમિત્તે તેમના જીવન આધારિત ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમ “વૈષ્ણવ જન તો…” વિષયે ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનું દિપ પ્રગટાવી ઉદઘાટન કરતાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલે દેશના રાષ્ટ્રપિતાની ૧૫૦ મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે બાળકોમાં રાષ્ટ્રભાવના ખીલે, દેશદાઝ સાથે તેઓ એક સારા નાગરિક બને અને રચનાત્મક કાર્યો કરે તે હેતુ સાથે શાળા ધ્વારા ગાંધીના સત્યાગ્રહો, તેમની રચનાત્મક પ્રવૃત્તિઓને રજૂ કરતો સાંસ્કૃત્તિક કાર્યક્રમ વૈષ્ણવ જન તો.. નું આયોજન ખૂબ જ સરાહનીય છે. સમગ્ર દેશ આજે ગાંધીજીની ૧૫૦ મી જન્મજ્યંતિ ઉજવી રહ્યો છે, મારૂ જીવન એ જ મારો સંદેશ જીવનાર આ મહામાનવના વિચાર અને તેમનું જીવનદર્શન આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સંયુકત નિયામકશ્રી બી.એન.રાજગોરે પૂજ્ય બાપૂના દરેક ક્ષેત્રમાં આપેલા ફાળાને યાદ કરીને સ્વચ્છતાને જીવનમાં ઉતારવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
નારાયણ વિદ્યાવિહારના આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકરે શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા શાળા દેખાવ અંગે અને વર્ષ દરમિયાનની શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.

નારાયણ વિદ્યાવિહાર ભરૂચ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે વૈષ્ણવ જન તો કાર્યક્રમ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા જુદા જુદા સાંસ્કૃત્તિક કાર્યક્રમો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોન હે ગાંધી, ફીરસે તેરી યાદ આઈ નૃત્ય ગીત, સોગંદ ખાઉં છું., ઈન્સ્પેકશન નાટક, સાબરમતી આશ્રમ સ્થાપના નાટક, જલિયાવાલા બાગ નાટક – ગીત, વૈષ્ણવ જન તો ગીત વિગેરે વિષયો પર સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આચાર્ય સંઘના પ્રમુખશ્રી કિરીટસિંહ, શ્રી પ્રવિણભાઈ, ભરૂચની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રજાજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!