ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીનુ મોત

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિપકભાઇ શામજીભાઈ ચૌહાણ નું ગઈ તા.13/1/20 ના રોજ ઉ.40 વર્ષની નાની વયે અવસાન થયેલ તેમના પરિવારમાં બે દીકરીઓ જે પૈકી એક ધોરણ ૧૨ તથા બીજી ધોરણ ૮ માં અભ્યાસ કરે છે. તેમજ નાનો દીકરો ઉ.૫નો છે. પોતાના સાથી કર્મચારીના પરિવારને સંકટના સમયે મદદરૂપ થવા ના હેતુસર ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ યથાશક્તિ યોગદાન આપી કુલ. ૧,૧૫,૦૦૦/- જેટલી રકમ એકત્રીત કરેલ અને આજરોજ એ રકમ ડી.સી.પી. ઝોન-૧ શ્રી રવિ મોહન સૈની સાહેબ તથા એ.સી.પી. શ્રી પૂર્વ વિભાગ એચ.એલ.રાઠોડ સાહેબ ના હસ્તે દિપકભાઈના પિતાજી ને સોંપવામાં આવેલ તેમજ દિપકભાઇના સંતાનોને ભવિષ્યમાં ભણતર સબંધી કે અન્ય કોઈપણ સમસ્યા ઉદ્દભવે તો મદદરૂપ થવા આશ્વાસન આપેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)