સાંસદ મોહનભાઇ કુંડરિયાના કાર્યાલય ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ

- મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા
સાંસદ મોહનભાઇ કુંડારિયાના કાર્યાલય સુપર માર્કેટ સામે, શનાળા રોડ મોરબી ખાતે ભાજપ દ્વારા આજે ભાજપ દ્વારા રક્તદન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન કરવા આજે સવારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને રક્તદાન કરી રહ્યા છે.
મોરબીમાં સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા ભાજપ પરિવાર દ્વારા ગત તા. 11/11/19 થી શિયાળાની સિઝનમાં ઋતુજન્ય રોગ સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક ઊકાળાનુ વિતરણ કરવામા આવ્યું હતું. શિયાળો પુરો થવા આવ્યો હોવાથી આજે આ ઉકાળા વિતરણ કેન્દ્રનુ સમાપન કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમને અનુસંધાને મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય, સુપર માર્કેટ સામે, શનાળા રોડ ખાતે ભાજપ પરિવાર દ્વારા આજે મહા બ્લડ ડોનેશન કેમ્પનુ અદકેરું આયોજન કરવામા આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ આજે સવારે 8 કલાકે શરૂ થયો હતો. અકસ્માતોના બનાવમાં લોકોને લોહીની તાત્કાલિક જરૂર પડતી હોય એ લોકોને તાત્કાલિક લોહી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ભાજપ પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોરબી તાલુકા ભાજપ દ્વારા મોરબી જીલ્લાના તમામ કાર્યકર્તાઓ તથા શહેરીજનોને રક્તદન કરવા આહવાન કરતા આજે રક્તદાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી