સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “સાઇબર ક્રાઇમ્સ ઇસ્યુસ એંડ ચેલેંજિસ” વિષય પર નેશનલ સેમિનાર

આજ નો યુગ ડીજીટ્લાઈજેશનનો છે. ત્યારે ડીજીટ્લાઈજેશનએ સમાજ માટે એક તરફ આશીર્વાદરૂપ સાબિત થયું છે. ત્યારે બીજી તરફ અભીસાપ પણ બની રહ્યું છે. ત્યારે સમાજમાં સાઇબર ક્રાઇમના વધતાં જતાં કિસ્સાઓના સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો અને માનવ અધિકાર ભવન દ્વારા શનિવારે “ સાઇબર ક્રાઇમ્સ ઇસ્યુસ એંડ ચેલેંજિસ ” વિષય પર નેશનલ સેમિનારનું આયોજન માનવ અધિકાર ભવન ખાતે કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત થઈ રહેલા સાઇબર ક્રાઇમ વિષય પરના નેશનલ સેમિનારમાં સાઇબર ક્રાઇમ કઈ રીતે થાય છે. અને તે કઈ રીતે અટકાવી શકાય તેનું માર્ગદર્શન આપવા માટે મુખ્ય વક્તા તરીકે ડો.ચિંતન પાઠક. એ.સી.પી. જે.એસ.ગેડમ અને કાયદા વિષયના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. ફેકલ્ટી ઓફ લો અને માનવ અધિકાર ભવન દ્વારા સમાજમાં સાઇબર ક્રાઇમની વધતી ઘટનાઓ જેવી કે ઓનલાઇન બેંકિંગ ફ્રોડના કિસ્સાઓ. સરકારી કચેરીઓ. કોર્પોરેટ ખાનગી ઉધ્યોગગ્રહોની ગુપ્ત માહિતીઓ તથા એકાઉન્ટ સહિતની માહિતીઓનું હેકિંગ. ઇન્ટરનેટના માધ્યમથી ફેક ન્યૂસ વાઇરલ કરવા, સાઇબર બદનક્ષી, સોસ્યલ મીડિયાની સમાજ અને ખાસ કરીને યુવાનો ઉપર રહેતી અસર, સ્માર્ટફોનનું વ્યસન સહિતના અનેક પડકારો આજ ના યુગમાં સમાજ સામે મોઢું ફાડીને ઊભા છે.
આવા સંજોગોમાં સાઇબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓ કેવી રીતે અંકુશમાં લઈ શકાય, સાઇબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે બચી શકાય તેનું માર્ગદર્શન લો ફેકલ્ટીના નિષ્ણાંતો દ્વ્રારા આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે કુલપતિ ડો.નિતિન પેથાણી. અતિથિ વિશેષ તરીકે પી.વી.સી. ડો.વિજય દેશાણી, મુખ્ય મહેમાન તરીકે સિન્ડિકેટ સભ્ય તરીકે ડો.મેહુલ રૂપાણી અને ડો.નેહલ શુકલ ઉપસ્થિત રહ્યા હતા. આ નેશનલ સેમિનારમાં સૌરાષ્ટ્ર ગુજરાતની લો કોલેજોના પ્રિન્સિપાલો, અધ્યાપકો તથા વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ૫૬ થી વધુ રિસર્ચ પેપર અને ૬૦ થી વધુ પોસ્ટર દ્વારા પ્રેજંટેશન કરવામાં આવ્યા હતા. આ નેશનલ સેમિનાર એન.એફ.ડી.ડી. હોલ ખાતે યોજાયો હતો.
આ સેમિનાર ને સફળ બનાવવા ભવનના વડા ડો.રાજુભાઈ દવે, ફેકલ્ટી ઓફ લો ના ડિન ડો.મયુરસિંહ જાડેજા, જામનગર લો કોલેજના પ્રિન્સિપાલ ડો.વિમલ પરમાર, એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સિપાલ ડો.મિનલ બેન રાવલ તથા લો ફેકલ્ટીના અધ્યાપકો અને વિધ્યાર્થીઓ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ૪૧૫ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા. અને દેશભર માથી ૩૪ જેટલા કોલેજ અને યુનિવર્સિટીઑ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત મહેમાનો આવા કાર્યક્રમ ભવિષ્યમાં અવાર નવાર યોજાય એના પર ભાર મૂક્યો હતો. અને સેમિનારને સફળ પ્રયાસ ગણાવ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)