રાજકોટ હાઇવે ફરી રક્તરંજીત/કારચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

સાંગાણી ગામના પાટિયા પાસે અકસ્માત. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી. બે મહિલા સહીત ત્રણ વ્યક્તિના નિપજ્યા મોત. અન્ય એક વ્યક્તિવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ગુજરાતમાં તેમાય ખાસ કરીને રાજકોટ અમદાવાદ હાઇ વે પર છાસવારે ગમ્ખવાર અકસ્માતની હાર માળા જોવા મળે છે. ચોટીલા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જયારે એક એક બાળકીનો આબાદ બચાવ થયો છે. તો અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે સાંગાણી ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. અને કાર નજીકના નાળા સાથે અથડાઈ હતી. બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. તે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા એકઠા થયા હતાં. અને પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)