દેવમોગરા ખાતેના યાહમોગી માતાને શિવરાત્રી હોરા નામનું પવિત્ર પીણું શુદ્ધ દારૂ ધરાવવાનો રિવાજ

- હોરો બનાવનારે દૂધથી માથું ધોવાનું અને સ્નાન કરીને મહુડાના ફૂલો માંથી પવિત્ર થઈને હોરો બનાવાય છે.
- પવિત્રતાથી બનાવેલ હો રોજ આદિવાસીઓના દેવી દેવીઓને ચઢે છે.
- પૂજા વિધિ વગર બનાવેલો, વેપારી હેતુ માટે નો દારૂ કે કંપનીનો દારૂ આદિવાસીઓના દેવને ચઢતો નથી.
- આજે લોકો દેશી દારૂ અને કંપનીનો દારૂ ચઢાવે છે તેની સામે આદિવાસી સમાજના આગેવાનો નારાજ
દેવમોગરા ખાતે યાહમોગી માતાને શિવરાત્રી હોરા નામનું પવિત્ર પીણું શુદ્ધ દારૂ કરાવવાનો રિવાજ છે, જે અત્યંત પવિત્ર પીણું છે. ધાર્મિક વિધિથી બનાવેલું હોય તે જ દારૂ માતાજીને ચઢાવી શકાય પણ, આજકાલ લોકો દેશી દારૂ અને કંપનીનો દારૂ ચઢાવે છે. તેની સામે આદિવાસી સમાજના આગેવાનો નારાજ છે. સાગબારા ના પ્રા. જીતેન્દ્ર વસાવાના જણાવ્યા અનુસાર આદિવાસીઓની માન્યતા પ્રમાણે આ ધરતી પર રાજાપાન્ઠા અને વાન્યાદેવે મહુડાના ફૂલોના અર્ક બનાવેલો જેને ભીલી ભાષામાં હોરો કહેવાય જે અત્યંત પવિત્ર પીણું ગણાય છે. આ પીણું માત્ર દેવોને ચઢાવાય છે, તેમ જ વાર તહેવારે દેવોને મનાવવા સૌ મળીને એક બીજાનાં સુખ દુઃખના ભાવો લાગણીઓ વચ્ચે બે ઘૂંટ પીતા હતા.
હોરો પીણુ ખૂબ જ પવિત્રતાથી બનાવાય છે, જેને દેવું હીરો કહેવાય છે. તે બનાવવા માટે વ્યક્તિ એ બહુ પવિત્ર મન, બુદ્ધિ, કર્મ, વચનથી સજ્જ રહેવું પડે છે. જેના ઘરે થી યાહમોગી ને મળવા જવાના હોય કે વાર તહેવારે કે ખેતરના દેવની પૂજા વિધિ કરવાની હોય ત્યારે એવું હોરો બનાવાય છે, જે માટે બનાવનારે દૂધથી માથું ધોવાનું અને સ્નાન કરીને મહુડાના ફૂલો માંથી હોરો બનાવવાનું હોય છે, જે દિવસે આથેલા મહુડાના ફૂલો માંથી હોરો બનાવવાનો હોય છે, તે દિવસે બનાવનારે દિહપાલવાનો હોય છે. દિહપાલ ને તેને પૂજાવિધિ કરીને દેવોને ચઢાવવાનો હોય છે. આટલી પવિત્રતાથી બનાવેલ હોરો જ આદિવાસી ઓના દેવ-દેવીઓને ચઢે છે.
પોટલી વાળો દારૂ કોઈપણ નિયમો વગર જે પૂજાવિધિ વગર બોલ બનાવેલો વેપારી હેતુ માટે નો દારૂ કે કંપનીનો દારૂ આદિવાસીઓના દેવ ને ચડતો નથી. આજકાલ લોકો બજારમાંથી ખરીદેલ દેશી દારૂ ચઢાવે છે, તે આદિવાસીને પવિત્ર પરંપરા ને નુકસાન પહોંચાડે છે. નવી પેઢી આદિવાસી ઓની પરંપરાને જાણે સમજ્યા વગર દારૂને હોરો સમજી બેઠા છે, પણ દારૂ હોરો નથી નવી પેઢી સમજ્યા વગર પોતાના દેવીને વેચાતો મળતો દારૂ ચડ આવવા લાગ્યા છે જે ભૂલ ભરેલું છે. કેટલાક લોકો દારૂના વેપલાને આદિવાસી પરંપરા સાથે જોડીને જાહેરાતો કરશે કે અમારા દેવી અને અમારી કંપની નો દારૂ ચઢે છે આવું ન થાય તે માટે આદિવાસીઓને હોરો પરંપરાને સાચવવી પડશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા