સણાદર (દિયોદર)માં મુખ્યમંત્રીના હસ્તે બનાસડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત

સરહદી વિસ્તારમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બનાસ ડેરીનું નવીન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દિયોદરના સણાદર ખાતે 30 હજાર લીટર દૂધ પ્રોસેસિંગ ની ક્ષમતા ધરાવતા બનાસડેરી ના નવીન પ્લાન્ટમાં કેન્દ્રીય મંત્રી ડો.સંજીવ બલીયાન, સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારના રાજયકક્ષા કૃષિમંત્રીશ્રી ડૉ.સંજીવ બાલિયાન સાહેબે મહત્વ નું નિવેદન આપ્યું હતું કે, ખેત પેદાશમાંથી ખેડૂતની આવક બમણી નહીં થાય પણ, ખેડૂતોની આવક બમણી કરવા માટે પશુપાલન જ એક માત્ર વિકલ્પ છે. અંતમાં ડૉ.સંજીવ બાલિયાન સાહેબે દેશવાસીઓને ખાસ નિવેદન કરેલ કે, બનાસ ડેરીને રોલ મોડેલ તરીકે અપનાવવા માં આવે (કૃષિમંત્રી).
રિપોર્ટર : તુલસી બોધુ
(લોકાર્પણ દૈનિક-બ.કાં)