રાજકોટમાં કાઠિયાવાડી ભોજન લીધું અને આજીવન માંસાહારનો ત્યાગ કર્યો

રાજકોટ શહેરમાં ગત વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આફ્રિકાના ખેડૂત, વેપારી અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. 5 દિવસ સુધી તેઓએ રાજકોટમાં રોકાણ કર્યું હતું. અને કાઠિયાવાડી ભોજન લીધું હતું. આ દરમિયાન તેઓ ચોટીલા દર્શને ગયા હતા. અને આજીવન માંસાહાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આખું વર્ષ આફ્રિકામાં એક વાર પણ તેઓએ માંસાહારને હાથ પણ અડાડ્યો નથી. કાલે તેઓ રાજકોટ આવશે અને શ્રીજી ગૌશાળાના સંચાલકો તેનું સન્માન કરશે.
આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ગત વર્ષે ફોલી એલેય મામા અને એનનીમસ સેના પોતાના મિત્ર વર્તુળ સાથે રાજકોટ આવ્યા હતા. જેમણે પાંચ દિવસ સુધી રાજકોટમાં રહીને વેપાર ઉદ્યોગ,રાજકોટની ખાસિયત,સંસ્કૃતિ વગેરેની માહિતી મેળવી હતી. તેઓ રાજકોટની જીવનશૈલીથી પ્રભાવિત થયા હતા. માંસાહારથી શું શું નુકસાન થાય છે. તે જાણ્યા બાદ આખરે તેઓએ આજીવન માંસાહાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)