રાજકોટ શહેરની દીકરીએ કરિયાવરમાં એવી કરી માંગણી કે બાપની પણ છાતી ગજગજ ફૂલી….

રાજકોટ શહેર આજે પણ દીકરીના લગ્ન હોય તો પરિવારમાં ખુશીની સાથે સાથે એક અજીબ વ્યથા પણ હોય છે. કે દીકરીને કરિયાવરમાં શું આપીશું. જો પરિવાર સુખી સંપન્ન હોય તો કોઈ જ વાંધો નથી. પરંતુ જો ગરીબ પરિવાર હોય તો તેના માટે દીકરીના લગ્ન ચિંતાનું કારણ બની જાય છે. જોકે, જરૂરી નથી કે દીકરીને દર વખતે કરિયારવરમાં દાગીના. કપડાં. વાહન કે પછી ઘર આપવામાં આવે. હાલમાં જ રાજકોટમાં એક અલગ જ કિસ્સો જોવા મળ્યો હતો. પિતાએ પોતાની લાડકવાયીની ઈચ્છા પૂરી કરવા માટે છ મહિના સુધી મહેનત કરી હતી.
દીકરીએ કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો માગ્યા હતાં. એક અંદાજ મુજબ પુસ્તકોનું વજન ૫૦૦ કિલો જેટલુ થાય છે. કિન્નરીબાનું વજન ૫૦ કિલો છે. અને પિતાએ દીકરીના વજનના ૧૦ ગણા વજનના પુસ્તકોનો કરિયાવર ભેટમાં આપ્યો. કિન્નરીબાએ પિતા હરદેવસિંહ જાડેજા સામે ઈચ્છા વ્યક્ત કરી હતી. કે તેઓ કરિયાવરમાં વજન જેટલા પુસ્તકો ભેટ તરીકે આપે. પિતાએ દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે ૨૪૦૦ જેટલા પુસ્તકો આપવાનો નિર્ણય કર્યો હતો. આ પુસ્તકો લગ્નમાં ગાડું ભરીને આપવામાં આવ્યા હતાં. કિન્નરીબા પોતાના ફેવરિટ પુસ્તકો કેનેડા લઈ જશે. બાકીના તમામ પુસ્તકો સ્કૂલને દાનમાં આપી દેશે. જેથી શાળાના બાળકો બુક્સ વાંચી શકે.*
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)