રાજકોટ : “વેલેન્ટાઈન ડે”ની ઉજવણી નિમિત્તે ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ અંગદાનનો સંકલ્પ

રાજકોટ શહેર ભાવનગર રોડ પર આવેલ આર. કે. યુનિવર્સિટીમાં ૧૪ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે ની ઉજવણી લોકો જોર શોરથી કરી રહ્યા છે. ત્યારે રાજકોટની આર. કે. યુનવિર્સિટીમાં વેલેન્ટાઈન ડેની વિશિષ્ટ ઉજવણી થનાર છે. આ દવિસે ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અંગદાનનો સંકલ્પ લેવાના છે. અને તેના માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલીના જણાવ્યા અનુસાર તેમની પુત્રી રાધિકાના અવસાન અને અંગદાન બાદ તેઓએ અંગદાનની જાગૃતિ માટે કામ શરૂ કર્યુ હતું.
૧૪મીએ રાધિકાનો જન્મદવિસ પણ હોય. લોકોને અંગદાનનો સંકલ્પ કરવા વિચાર કર્યો હતો. આર. કે. યુનિવર્સિટીમાં સવારે ૮.૩૦વાગ્યે અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ થશે. કાર્યક્રમમાં નીતનિ ઘાટલિયા અંગદાનની સામાજિક જવાબદારી અંગે માહિતી આપશે. ડો.વિરોજા અંગદાનની જરૂરિયાત તેમજ ડો.વણઝારા ક્યારે અંગદાન કરી શકાય તે જણાવશે. અંગદાતા રવીન્દ્રભાઈ બોસમિયાના પત્ની જયોત્સનાબેનનું ભાવનાબેન સન્માન કરશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)