માણસા ગાયત્રી શક્તિપીઠ બોનમેરો ડેન્સીટી ટેસ્ટ મેડિકલ કેમ્પમાં ૫૮૦ દર્દીએ લાભ મેળવ્યો

માણસા ખાતે બોનમેરો ડેન્સીટી ટેસ્ટ મેડિકલ કેમ્પ યોજાયો તા.૧૫ શનિ અને તા.૧૬ રવિ ફેબ્રુઆરી બે દિવસ સવારે ૯-૦૦ થી સાંજે ૫-૦૦ દરમ્યાન માણસા ગાયત્રી શક્તિપીઠ ખાતે નિઃશુલ્ક એક માસની દવાઓ સાથે હાડકાંમાં રહેલા કેલ્શિયમની માત્રા તપાસનો બોનમેરો ડેન્સિટી ટેસ્ટના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૩૦૦ અને બીજા દિવસે ૨૮૦ મળીને કુલ ૫૮૦ થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા