મોદીજી ગાંધીજીની ઇચ્છા પૂરી કરવા શું દેશ આખામાં દારૂબંધી લાદશે……?!

દિલ્હીના રાજકીય ક્ષેત્રે ભાજપાનાજ ભાજપાને ભીસમાં મૂકી દેનાર નીતીશકુમાર અને સ્વામી સુબ્રમણ્યમ… જ્યારે વેપાર-ધંધા નિષ્ણાતોમાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને એડઝેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ચુકવણી કરવા આપેલા આદેશોની દેશના અર્થતંત્ર ઉપર કેવી અસરો પડશે ? તેની ચર્ચા થતી રહી છે. રાજકીય પંડિતોમા થતી ચર્ચા અનુસાર સત્તા પ્રાપ્ત કરવાના સ્વાર્થમાં ભાજપાએ કાંઈ પણ દૂરંદેશી ને દ્રષ્ટિ દોડાવ્યા વિના કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન કરવામાં કે સરકાર રચવામાં આડેધડ જે-તે પક્ષોનો ટેકો મેળવીને સરકારો બનાવી દીધી હતી.
ભાજપા નેતાઓએ પાછું વળીને જોયું નથી…..! તેમાં પણ દિલ્હી સલ્તનત કબજે કર્યા પછી લોકશાહી દેશ ભારતની પ્રજાએ જાણે પોતાની સર્વ પ્રકારની સત્તા અર્પણ કરી દીધી હોય… તેમ આડેધડ એક પછી એક એવા પગલા લીધા કે તેનાથી દેશ ભરની આમ પ્રજા પરેશાન થઈ ગઈ…પરંતુ પ્રજાની પરેશાની ભાજપા સમજી ન શક્યો….! પ્રજાએ સરકારના તમામ નિર્ણયો મૂંગા મોઢે સહન કરી લીધા….
કોઈએ વિરોધમા અવાજ ઉઠાવ્યો નહી… તેથી ભાજપાના રાજનેતાઓના મનમાં એવી ગ્રંથી બંધાઈ ગઈ કે આપણને પ્રજાએ બસ સ્પષ્ટ બહુમતી આપી છે એટલે કોઈ પણ નિર્ણય લઇ શકીયે….! તેના કારણે પ્રજાને ન ગમતા નિર્ણયો -લોકોને સ્વીકાર્ય ન હોય તેવા નિર્ણયો લીધા, કાયદા બનાવ્યા, જેના કારણે પ્રજામાં ભાજપા માટે જે વિશ્વાસ કે આશાઓ ટોચ પર હતા કે અત્યારે નીચે ઊતરી જઈને “ખાઈ” તરફ પહોંચી ગયા છે…..!
પરિણામે ભાજપાને એક પછી એક રાજ્ય ગુમાવવાનો વારો આવી ગયો….. તો મોંઘવારી-મંદી બેરોજગારી જેવા લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં ભાજપાને નિષ્ફળતા મળી તેમજ પોતાનાજ નેતાઓના બેફામ નિવેદનો રોકવામાં નિષ્ફળ ગયો છે. ત્યારે ડૂબતા જહાજમાંથી ઉંદરો વહેલા ભાગવા લાગે તેમ હવે ભાજપા તેના સાથી પક્ષો છોડવા લાગ્યા છે…..! છતાં ભાજપાના રાજનેતાઓ આ વાત સમજવા તૈયાર નથી….?! કે પછી પોતાનું મમત્વ છોડવા તૈયાર નથી…..? તેવો સવાલ ઉદભવવા પામ્યો છે….!
બિહારની ચૂંટણીઓ આ વર્ષમાંજ આવી રહી છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પોતાના પક્ષ માટે વધુ બેઠકો માગી રહ્યા છે તે કારણે ભાજપા સાથે મડાગાઠ પડી છે….આ બધુ છતાં તેમની ગઠબંધનની સરકાર ને કારણે ભાજપા પાસે ઝૂકવું પડે છે. અને આવા જ સમયે નીતીશકુમારે ભાજપાની દુખતી નસ દબાવતા ભાજપાને ભીસમાં મૂકી દીધો છે.. એક જાહેર કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભાજપા ગાંધીજીના આદર્શોની વાત જગજાહેર છે. અને આ વાત ઉપરજ નિતીશકુમારે કહ્યુ કે ગાંધીજી દેશભરમાં દારૂબંધી ઇચ્છતા હતા.. ત્યારે ભાજપાએ દેશભરમા દારૂબંધી દાખલ કરવી જોઈએ.
મોદી સરકારે ગાંધીજીની વાતનું પાલન કરવું જોઇએ…. અને જો અન્ય કોઈ રાજ્ય ન માને તો ભાજપા અને સાથી પક્ષો શાસિત રાજ્યોમાં દારૂબંધી દાખલ કરવી જોઈએ તેવૉ કહ્યું…. પરિણામે નીતીશકુમારની વાતથી વાતથી ભાજપા ભીસમા મુકાઇ ગયો છે….! જે એક હકીકત છે… અને આ વાત ભાજપાને પચે તેમ નથી…….! આ બધા વચ્ચે ભાજપાનાજ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપામાં ગોરખાલેન્ડના નામે પલીતો ચાંપી દીધો છે…! ગોરખાલેન્ડની અલગ રાજ્ય માટેની માંગ હતી… જેના માટે આંદોલનો થયા હતા અને લાંબા પણ ચાલ્યા હતા.
આ ગોરખાલેન્ડને કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કરવાની મોદી સરકારને વિનંતી કરવા સાથે એવી ચીમકી પણ આપી છે કે ભાજપાએ ગોરખાલેન્ડ માટે વચન આપ્યું હતું.જો એ વચન પુરૂ નહીં કરે તો પોતે આંદોલન કરશે…. અને જંપીને નહી બેસે. ભાજપા એટલા માટે આગળ નથી વધી રહ્યો કે દાર્જિલિંગ સહિતના ગોરખાલેન્ડ માટેના કેટલાક વિસ્તારો બંગાળમાં આવે છે. આવા સમયે જો ભાજપા ગોરખાલેન્ડ રાજ્યની જાહેરાત કરે તો બંગાળ રાજ્ય ભાજપાને ભારે પડી જાય…. અને ભાજપા પણ પોતાના ફાયદા માટે આવુ કરવા નથી ઈચ્છતો… ત્યારે સ્વામીએ ગોરખાલેન્ડનો મુદ્દો ઉઠાવીને ભાજપા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. તો ગોરખાલેન્ડનો મુદ્દો ત્યાંના લોકો ઉઠાવી લેશે તો….? તેવી શંકા પેદા થઈ છે….! આ કારણે ભાજપા રાજનેતાઓ વિમાસણમાં મુકાઇ ગયા છે….! તેવું રાજકિય પંડીતો નું વિશ્લેષણ છે….!
તાજેતરમાં ટેલિકોમ કંપનીઓ પાસે વર્ષોથી બાકી રકમ બાબતનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે અએડઝેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ડોટ ને ચુકવી દેવા આદેશ કરતા ટેલિકોમ કંપનીઓ હલબલી ગઈ છે….! તો ટેલીકોમ કંપનીઓને લોન આપનાર બેંકોની ચિંતામાં પણ વધારો થયો છે….! કારણ કે વોડાફોન- આઈડિયાને સૌથી વધુ લોન રૂપિયા 40,920.99 કરોડ આપવા સાથે પ્રથમ ક્રમે એસબીઆઇ છે. તો વોડાફોન- આઇડિયાને 1200 કરોડની લોન આપી છે.. એસબીઆઇ, આઈડીબીઆઈ, આઈડીએફસી, યશ બેન્ક, પીએનબી સહિતની બેન્કોના કુલ રૂ. 36000 કરોડનું એક્સપોઝર હોવાનો અંદાજ છે. ત્યારે બેન્કોની એનપીએમાં જંગી વધારો થવાની શક્યતા વધી પડી છે….!
જો વોડાફોન- આઈડિયા ડિફોલ્ટ જાહેર થાય તો તેની દેશના અર્થતંત્ર પર આકરી અસર પડવાની ભીતી છે. તેમ બેન્કીગ સૂત્રો કહી રહ્યા છે. જોકે વડાફોન- આઈડિયાના ચેરમેને અગાઉથી એવું કહીને હાથ ઊંચા કરી દીધા છે કે સરકાર કોઈ રાહત નહીં આપે તો કંપની બંધ કરવાનો વારો આવી શકે છે….! અને આ કારણે બેંકોના ધિરાણ મુશ્કેલીમાં મુકાઈ જશે. ત્યારે બેન્કિંગ સુત્રોના કહેવા અનુસાર લાખો લોકોને રોજગારી ગુમાવી પડે તેવી સ્થિતિ આવી જશે….! ટૂંકમાં દેશની આર્થિક હાલત ડામાડોળ છે ત્યારે આ ઘટનાની અસર દેશના અર્થકારણને વધુ જોખમી બનાવી દેશે….!?
(જીએનએસ : હર્ષદ કામદાર)