સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મહિલા પોલીસની બાઝ નજર હેઠળ સ્કેનર મશીનમાથી ચપ્પુ કાતર જેવા ધારદાર સાધનો ઝડપાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મહિલા પોલીસની બાઝ નજર હેઠળ સ્કેનર મશીનમાથી ચપ્પુ કાતર જેવા ધારદાર સાધનો ઝડપાયા
Spread the love
  • નર્મદા ટિમ પ્રવાસીઓ ની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપે છે.

કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી હોય સુરક્ષા પણ એટલીજ જરૂરી છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન હેઠળ સતત બાઝ નજર રાખતા PSI કે.કે.પાઠક અને તેમની ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન મગડીયાભાઈ વસાવા તથા ભારતીબેન દલસુખભાઈ તડવી દ્વારા આધુનિક સ્કેનર મશીન ઉપર ફરજ બજાવતા હોય કોઈપણ પ્રવાસી અન અધિકૃત સામાન લઈ જઈ શકતું નથી.

તેમના ખાસ ચેકિંગ પછી એ સ્ટેચ્યુ ની અંદર જઈ શકે છે અને સ્ટેચ્યુ ની અંદર કોઈપણ પ્રકારની બેગો અને ખાવાની વસ્તુ લઈ જઈ શકાતી નથી માટે ચેકિંગ કર્યા બાદ એ લગેજ રૂમમાં જમા કરાવવી પડે પછી જ સ્ટેચ્યુ ની અંદર પ્રવસીઓને પ્રવેશ મળે છે પીએસઆઇ કે. કે. પાઠક પણ પોતે ત્યાં ઉભા રહી ખાસ નજર રાખે છે.

જોકે હાલમાં ગેટ નંબર ચાર અને પાંચ ઉપર કામ ચાલુ હોવાથી પબ્લિક એન્ટ્રી ગેટ નંબર ત્રણ ઉપરથી કરવામાં આવતી હોય ત્યાં આ ટિમ સતત અને ખાસ બંદોબસ્તમાં ખડેપગે જોવા મળે છે.આ ટીમની સતત નજર હોય રોજ મહિલા પ્રવાસીઓ પાસેથી ફળ કાપવાના સાધનોચપ્પુ કાતર તેમજ અન્ય ધારદાર સાધનો લગેજ માં દેખા દેતા તેને જપ્ત કરી લેવાયા હતા .આ ધારદાર સાધનો દ્વારા કોઈને પણ નુકશાન પહોચાડી શકાય છે

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!