મહાશિવરાત્રી ઉજવવા નર્મદાના શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ

આવતીકાલે 21મીએ મહાશિવરાત્રીનું પર્વ ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક યોજાશે. જેમાં નર્મદામાં ત્રણ મોટા મંદિરો દેવમોગરા, જીતનગર તેમજ મણીનાગેશ્વર મંદિરે ભવ્ય મેળો ભરાશે. આવતીકાલે તમામ શિવાલયો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે. આજે શિવરાત્રી ની પૂર્વ સંધ્યાએ રાજપીપળામાં શક્કરિયા, બટાટાનો નવો માલ ખડકાયો હતો.
સવારથી જ શિવભક્તોએ શકકરીયા બટાકાની ખરીદી કરી હતી. જોકે રાતોરાત શકકરીયા બટાટાના ભાવમાં બમણો વધારો થયો હતો છતાં લોકો ખરીદી કરતા જણાતા હતા, બજારમાં તૈયાર ભાંગનો પણ વેચાણ થયું તો ભાંગ રસિયાઓએ લસોટવા અને ભાંગને પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ કરી હતી. શિવરાત્રીના દિવસે ભક્તો પ્રસાદી રૂપે ભાંગનું સેવન કરશે.મોટાભાગના મંદિરોમાં ભાંગની પ્રસાદી રૂપે વિતરણ થશે.
આવતીકાલે નર્મદા માં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે શિવરાત્રી પર્વ ઉજવવા નર્મદાના શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નર્મદામાં કંકર એટલા શંકર છે. અહીં નર્મદા કિનારે અસંખ્ય શિવ મંદિરો આવેલા હોવાથી શિવ મંદિરો શિવરાત્રીએ ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે મંદિરોને રંગરોગાન અને શણગાર કરાયો હતો.
શિવરાત્રીએ નર્મદામાં જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરીમાતા ઉર્ફે યાહમોગીના મંદિરે ભવ્ય મેળો ભરાશે. એકમાત્ર નેપાળી શૈલીના આ પ્રાચીન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરવતા આ મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે 21 મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રી પાંચ દિવસ સુધી ભવ્ય મેળો ભરાશે.
આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે. આ મેળામાં આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન થતાં હોવાથી આ મેળો નર્મદા જિલ્લાનો આદિવાસીઓનો સૌથી મોટો ગણાય છે. આ તો સામાન્ય રીતે મહાશિવરાત્રિ સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે જ્યારે એક માત્ર દેવમોગરા મહાશિવરાત્રિએ આદિવાસીઓની શક્તિની પૂજા કરે છે, જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતાં આ મેળો શિવરાત્રી એ નિયમિત રીતે પરંપરાગત રીતે ભરાય છે.
આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલ છે. નાંદોદ તાલુકામાં જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નો ભવ્ય મેળો ભરાશે. અહીં મોટો મેળો પણ ભરાય છે. શિવરાત્રીના દિવસે સવારે મંદિરે ભષ્મ પૂજા થશે, આરતીનો કાર્યક્રમ યોજાશે, વિષ્ણુયાગ નો પ્રારંભ થશે, સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ થશે.
ભગવાનની વાજતે ગાતે પાલખીમાં સવારી અને વરઘોડો નીકળશે.સાંજે ડાયરો અને ભજન સંધ્યા યોજાશે. તથા મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાયો છે. રાત્રે 9 કલાકે થી પ્રહાર પૂજા થશે. 12 કલાકે મહાપંચવક્ર પૂજા તથા રોશનીના કાર્યક્રમો પણ યોજાયા છે. તો રાજપીપળા નજીક નદી કરજણ કિનારે ઓવારા પ્રાચીન મંદિર મણીનાગેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાશે, અહીં તમામ મેળાઓમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા