સરકારી કોલેજ થરાદ ખાતે માતૃભાષા દિનની ઉજવણી કરાઈ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદમાં 20મી ફેબ્રુઆરીને ગુરુવારના રોજ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉકટર રતિલાલ કા. રોહિતે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી પાછળનો હેતુ સ્પષ્ટ કરીને લોક્કથના કેટલાક અંશો વાંચીને થરાદની લોકબોલીનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ કાવ્યપઠન તથા માતૃભાષાનું મહત્વ વિશે ચોટદાર વક્તવ્યો આપ્યા હતા.
જેમાં સગથાભાઈ વેગરાણી, પ્રકાશભાઈ ચૌહાણ , સેંધાભા ચૌહાણ સહિતના વિધાર્થીઓએ માતૃભાષાની જરૂરિયાત અંગે વક્તવ્યો આપ્યા હતા. આ નિમિત્તે વિદ્યાર્થીઓએ ગુજરાતી કાવ્યોનું પઠન પણ કર્યું હતું તેમજ કોલેજના પ્રિન્સિપાલ અને પ્રસ્તુત પ્રસંગના અધ્યક્ષ ડૉકટર હિંમતભાઈ સેંજલિયાએ માતૃભાષા અંગે સરસ વકતવ્ય આપીને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉકટર રતિલાલ કા. રોહિતે કર્યું હતું અને આ કાર્યક્રમનું સંચાલન બીએ સેમ 6ના ગુજરાતીના વિદ્યાર્થી હકમાભાઈ લુહારે કર્યું હતું. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિશ્વ માતૃભાષા દિવસની સફળ ઉજવણી સફળ બનાવી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ