નર્મદા જિલ્લાના 314 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો અલગ દરજજો આપવવા પગપાળા યાત્રા

નર્મદા જિલ્લાના 314 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો અલગ દરજજો આપવવા પગપાળા યાત્રા
Spread the love
  • રાજપીપળા સવારથી પગપાળા યાત્રામાં જોડાયા
    કણબીપીઠા થી સેંકડોની સંખ્યામાં આદિવાસીઓ પદયાત્રામાં જોડાયા.
  • આજે શિવરાત્રીના દિવસે આદિવાસીઓ દેવમોગરા પહોંચ્યા.
  • કુળદેવી પાંડોરી માતા ના ચરણોમાં સરકારને આપેલા આવેદનપત્રો ની નકલો માતાજીના ચરણોમાં ધરી સ્વતંત્ર ગ્રામ પંચાયત માટે પ્રાર્થના કરી.

નર્મદા જિલ્લાના આદિવાસીઓના સૌથી મોટા ગણાતા દેવમોગરા ખાતે મેળો માં આદિવાસીઓ ના આ મુદ્દે સંગઠનના આદિવાસીઓ દ્વારા નર્મદા જિલ્લાના 314 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો અલગ દરજજો આપવા તથા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો રદ કરવા અંગે આમુ સંગઠનને રાખેલ બધા પૂરી કરવા માટે ગઈકાલથી રાજપીપળાથી નીકળેલ આદિવાસીઓએ પગપાળા પદયાત્રા કરી આજે મહાશિવરાત્રીના રોજ પોતાની બાધા પૂરી કરવા માટે ખાસ દેવમોગરા આવી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી સરકારને આપેલા આવેદનપત્રો લેખિત રજૂઆત ના કાગળો માતાજીના ચરણોમાં ધરી પ્રાર્થના કરી હતી.

આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી (યાહ મોગી ) માતાના દર્શન માટે લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખડી માનતા પુરી કરવા આવે છે ત્યારે રાજપીપળાથી આદિવાસીઓના સંગઠન નામો સંગઠનના આદિવાસીઓ દ્વારા નર્મદા જિલ્લાના એક 314 ગામોની સ્વતંત્ર ગ્રામ પંચાયતના અલગ દરજજો આપવા આમુ સંગઠન બાધા પૂરી કરવા માટે ખાસ આદિવાસી દેવમોગરાની પગપાળા યાત્રા કરતા ગામેગામ આદિવાસીઓએ સ્વાગત કર્યું હતું અને ત્યાંથી પદયાત્રામાં જોડાઈ ગયા હતા અને તેમણે પણ અને માતાજીના દર્શન કરી નર્મદાના 314 ગામોની સ્વતંત્ર ગ્રામ પંચાયતો મળે તે માટે પ્રાર્થના કરી હતી.

આ અંગે અમો સંગઠન નર્મદા જિલ્લાના પ્રમુખ મહેશભાઇ વસાવાએ જણાવ્યું હતું ઘણા વખતથી નર્મદા જિલ્લાના 314 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો અલગ દરજજો આપવામાં મને નઈ ઉપાડી સરકારનું માંગ કરી છે. આ કામગીરી સફળ થાય તો તે માટે અમે પાંડોરી માતા ની બાધા રાખી છે. એ માટે અમે 20 મી ફેબ્રુઆરીના રોજ રાજપીપળાથી એકલવ્ય ચોક થી સવારે નીકળી પગપાળા યાત્રાનો પ્રારંભ કરી હતી , ત્યાં નાના લીમાટવાડા, ખામર, બોરીદ્રા, માંડણ, આમલી, ખુટાઆંબા, મોવી, પણગામ, ગાજરગોટા, પાંજરીઘાટ, દેડીયાપાડા રાતવાતો કરીને બીજે દિવસે એ 21 મી એ રાલ્દા, કનબુટી, કાકરપાડા, કણબીપીઠા, પાડા થઇ ને દેવમોગરા પહોંચી માતાજીના ચરણોમાં ખેતીનો પ્રથમ પાક ચરણે ધરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!