તિલકવાડાના ગમોડ ગામે ઈસમની હત્યાનો ભેદ ઉકેલતી નર્મદા LCB

તિલકવાડાના ગમોડ ગામે ઈસમની હત્યાનો ભેદ ઉકેલતી નર્મદા LCB
Spread the love

નર્મદાના તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલ ગમોડ ગામના ઈસમને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યાનો ભેદ એલસીબી નર્મદા પોલીસે ઉકેલી હત્યારાને ઝડપી પાડી પોલીસે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી આ ગુનામાં કઈ અજાણ્યા ઇસમે કનુભાઈ નાગજીભાઈ બારીયા (રહે ગમોડ ) નું પથ્થર વડે મોઢાના ભાગે મારી મોત નીપજાવી ખૂન કરવા કરતા કરવાના ગુનાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાઈ હતી.

આ બનાવમાં મરનાર કનુભાઈ નાગજીભાઈ બારીયા સુઝુકી મોટરસાયકલ નંબર જીજે 16 જે 1134 લઈને ખેતરે ગયો હતો, તે વખતે કોઇ અજાણ્યો ઈસમે માથાના પાછળના ભાગે કોઈ સાધન વડે ફટકો મારી નીચે પાડી દીધો અને બેભાન અવસ્થામાં સિમેન્ટના મોટા પથ્થર વડે મોઢા ઉપર પથ્થર મારી તેને મોઢું છુંદી નાખી તેની કરપીણ હત્યા કરી હતી, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે અનડિટેક્ટ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડાએ ખૂનનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી હતી,જેના અનુસંધાને એલસીબી પીઆઇ એ.એમ.પટેલ પી.એસ.આઇ સી.એમ.ગામીત તથા સ્ટાફ બનાવના સ્થળે ખેતરમાં કામ કરતાં તથા અન્ય ઈસમોની પૂછપરછ કરતા માહિતી મળેલ કે મારનાર કનુભાઈ નાગજીભાઈ બારીયાની બીજી ઘરવાળી સાથે આરોપી પ્રવિણસિંહ ભારતસિંહ પારખીયાને યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછના અંતે આરોપી મરનારને માથામાં પથ્થર મારી ખૂન કર્યાની કબુલાત કરતા તેની ધરપકડ કરી ખૂનનો અનડિટેક્ટ ગુનો એલ.સી.બી પોલીસે ડિટેક્ટ કર્યો હતો.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!