અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રથયાત્રામાં રોડ શોમાં ઝઘડિયાના ધમાલ નૃત્ય ધૂમ મચાવશે

- ચીનના રાષ્ટ્રપતિ ઝિંગપિંગ ભારત યાત્રાએ આવ્યા હતા ત્યારે પણ સિદી ધમાલ નુત્ય એ મચાવી હતી.
- સ્વર્ણિમ ગુજરાત કોમનવેલ્થ, રમતોત્સવ, ઓલિમ્પિક મશાલ ભારત આવે ત્યારે પણ સિદી ધમાલ મચાવી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિનું ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રાએ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત અને આવકાર માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.જેની તડામાર તૈયારીઓ સરકાર દ્વારા થઈ રહી છે. આ માટેનો ભવ્ય રોડ શો યોજાશે રોડ દરમિયાન ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નું સીદીગોમા ટીમને સિદી ધમાલ નૃત્ય માટે જે વિશ્વ પ્રસિદ્ધ નુત્ય ગણાય છે. તેની પ્રસૂતિ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સોમાં સિદી ધમાલ 30 મિનિટ નું રાખવામાં આવ્યું છે. જેમાં ટીમ ના કલાકારો દ્વારા સીદી જ્ઞાતિના ઈતિહાસ નું વર્ણન કરે છે. સિદી ધમાલ ટીમના ઇમરાન સીદીએ જણાવ્યું છે કે અમારી 10 સભ્યોની ટીમ 23મીએ અમદાવાદ પહોંચશે અને રોડ શો દરમિયાન રજુ થનાર નૃત્યની તૈયારીઓ કરશે. સિદી ધમાલ નૃત્ય જ્ઞાતિનું પારંપારિક નૃત્ય છે. આ નૃત્ય સીદી કોમના લોહીમાં વણાયેલાં છે. આ નૃત્ય શીખવા માટે કોઈ ટ્રેનિંગ લેવાની જરૂર પડતી નથી, ઝઘડીયા રતનપુર ગામ ની સિદી ગોમાં ટીમ રાજ્ય સરકારના મોટાભાગના કાર્યક્રમોમાં તેનું પરફોર્મન્સ આપેલ છે.
ખાસ કરીને કોમનવેલ્થ પ્રોગ્રામ ઓલમ્પિકની મસાલ ભારતમાં આવી તે સમયે તેઓ આ સીદી ધમાલ નૃત્ય રજુ કરી ચૂક્યા છે. સીદી જ્ઞાતિના પરંપરાગત નૃત્ય હોવાથી સ્ટેજ પર જુસ્સા અને જોખમ થી રજૂ થાય છે. ધમાલ મચી જાય છે. તેઓ ખૂબ જ ઉત્સાહિત તે રજૂ કરે છે. આ ટીમ દર વર્ષે સીદી ગોમા ટીમ દ્વારા નાના -મોટા 100 જેટલા કાર્યક્રમો કરે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અવાર- નવાર તે તેને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સીદી ગોમાનું ટીમને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવે છે.
થોડા સમય પૂર્વે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ઝીગંપિંગ ભારત આવ્યા બાદ યાત્રાએ આવ્યા હતા, ત્યારે પણ સીદી ધમાલની તે ધમાલ મચાવી હતી. આમ હવે મૂળ આફ્રિકન અને સીદીજાતિનું ધમાલ નૃત્ય હવે ભારતનું પ્રખ્યાત નૃત્ય બની ચૂક્યું છે. આ તેમના કલાકારો પણ વિશ્વ પ્રસિદ્ધ કલાકાર બની ચૂક્યા છે. હવે 23મીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સિદી ધમાલ નૃત્યથી આકર્ષિત કરશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા