સાત ફેરા ફર્યા એનાં નથી થયા તે ગામના થવા નીકળ્યા છે…!!

સાત ફેરા ફર્યા એનાં નથી થયા તે ગામના થવા નીકળ્યા છે…!!
Spread the love

ગારીયાધારમા ગામ વિકાસના નામે નેતાઓનો વિકાસ ઉડીને આખે વળગે તેવો છે…

નગરજનોમા ઘણા સમયથી એક પ્રશ્ન છે, વિકાસ ગામનો કે નેતાનો…?

બહુ ચર્ચિત અને વિવાદિત સરકારી નાણાંનો ધુમાડો કરતો વિકાસ જોવો હોય તો ગારીયાધાર આવવું પડે. બીન ઉપયોગી અને બિન જરૂરી વિકાસની પરંપરા ચાલે છે.. ગામનું થવું હોય તે થાય,ગામનો વિકાસ થાય કે ન થાય, “નેતાઓ” અને “નેતીયુ” નો વિકાસ તો ઉડીને આંખે વળગે તેવો છે. આ વાતનો સૌ નગરજન સ્વીકાર કરેજ છે.

એક સમયે વર્ષો પહેલા એક શોપિંગ બાંધ્યા ની ભૂલ થઈ હતી,છતાં ફરી એના કરતાં મોટી ભૂલનું બીજું શોપિંગ સેન્ટર એટલે સુખનાથનું શોપિંગ સેન્ટર. ખેડૂત સમાજની લેખ વાળી જગ્યા, સુખનાથ મંદિરની જગ્યા, એક રોડ, બધુજ ભેગુ કરી જગ્યાનું ટાઇટલ ચોખ્ખું કરાવ્યા વિના બંધી નાખ્યું.. નબળા કામની ફરિયાદો ઉઠી, તપાસ નાં નાટકો થયા, “ઘીના ઠામ મા ઘી” પડી ગયું. હજુ હવા ખાય છે.. પાળેલા હાથી જેમ મેન્ટેનસના લાખોના ખર્ચા થાય છે.

ભૂલો ઉપર ભૂલો ન કરે,તો “ઘુઘો” કેમ કહેવાય..!! ફરી પાછું વળી કાઇક મોટો ખર્ચ આવ્યો હશે, કમાવું ક્યાંથી, એટલે એક નવું સાહસ “જૉગસ પાર્ક કે બોગસ પાર્ક” નું કામ આદર્યું. વિરોધ નો વંટોળ ઉઠ્યો પણ આં વિરોધ મા કાઇક દમ તો છે. માત્ર કરવા ખાતર નો વિરોધ નથી..
કોઈ પણ ગ્રાન્ટ વિકાસ કામ માટે લાવતા પહેલા ખૂબ લાંબી પ્રક્રિયા પેપર વર્ક ની હોય છે. તે પૈકી એક પ્રમાણ પત્ર ખુદ નગરપાલિકા આં જગ્યા નગર પાલિકાની છે, તેની ખાતરી રેકર્ડ કર્યા અંગે નું પ્રમાણ પત્ર રજૂ કરે છે,તેમાં પ્રમુખ અને ચીફ ઓફિસર ની સહીઓ હોય છે..

ગારીયાધાર બસ સ્ટેન્ડ સુધી પી.ડબલ્યુ.ડી.ની રોડ માર્જીન ની જગ્યા છે. કાયદેસર તાલુકા પંચાયત, પશુ દવાખાનું,પથિકાશ્રમ ની આગળ રસ્તા માટે નાળા બાંધેલા હતા. એટલેકે કુદરતી વરસાદી પાણી વાલાવાવ સુધીનું અહીંથી પસાર થતું હતું..આં રોડ વર્ષોથી સ્ટેટ નો છે..અને સ્ટેટ ના રસ્તાઓ ની નિયંત્રણ રેખા અત્યાર સુધીના એટલે કે ૧૯૮૦ થી ૨૦૨૦ સુધીના સરકારી પરિપત્રો અને ગેજેટ પ્રમાણે
રોડ સેન્ટર થી નિયંત્રણ રેખા “૨૪” મીટર ની છે..

કોઈ એક અન ઓથેન્ટીક કર્મચારી ખોટો અભિપ્રાય આપે એટલે આં રોડ સાઈડ ની જગ્યા નગર પાલિકાની તો નથી જ થતી..જે અભિપ્રાય આપવા ની સત્તા કાર્યપાલક ઇજનેર ને છે,તે અભિપ્રાય ઇન્ચાર્જ કર્મચારીએ આપ્યો છે.. આ અભિપ્રાય ખોટો સાબિત થાય તો,નોકરી ઉપર જોખમ ઉભુ થાય..છતાં રોડ સેન્ટર થી ૨૪ મીટર નિયંત્રણ રેખા છે,બાંધકામ રેખા નહિ,બાંધકામ રેખા તો આં નિયંત્રણ રેખા કરતા ત્રણ થી પાંચ મીટર અંદર આવે..

નગર પાલિકા ગારીયાધાર તો રોડ સેન્ટર થી ૧૦ મીટરે પાકું બાંધકામ કરવા લાગી,નિયંત્રણ રેખા ની અંદર કોઈ બાંધકામ ન થઈ શકે,હવે વિરોધ થતાં “ગોરિયો ગમાણે આવ્યો” અને ઉપર છત્રી કેન્સલ કરી નાખી,સિમેન્ટ કોંક્રિટ ના કોલમ તોડી નાખ્યાં,ને ગ્રીલ ફીટ કરી, શું અંદાજ પત્ર કરતા જુદી રીતે મંજૂર થયેલ કામ ના ફેરફારો થઈ શકે ખરા..?

શું એક ઇજનેર ખોટો અભિપ્રાય આપી દયે એટલે પી.ડબલ્યુ.ડી. ની જમીન નગર પાલિકાની માલિકીની બની જાય..? નગર પાલિકા ની જમીન નથી તો નગર પાલિકા “૨૪” લાખ નો ખર્ચ કરી શકે..? શું સરકારી કામ ગીરીમાં પણ “ઘર ની ધોરાજી” ચાલતી હશે…? રોડ મારજીન ની એટલે કે ભવિષ્ય મા રોડ પહોળો કરવાનો થાય ત્યારે આં બધકામ તોડી પાડવું પડે..શું સરકારી ગ્રાન્ટ ના “૨૪” લાખ રૂપિયા કામચલાઉ ખર્ચ માટે છે..?અનેક સવાલો ઉઠી શકે,અને જાગૃત નાગરિકે આવા સવાલો ઉઠાવવા જોઈએ..આખરે સરકારી તિજોરી એ પ્રજાની તિજોરી છે..

ગારીયાધાર તાલુકા ના નેતૃત્વ માટે કહી શકાય કે “રાંડી રાંન્ડ નું ખેતર ને ઘૂઘો રખોપીઓ”…!!! ગામ ને શું જરૂર છે, ગામ માં શું કરવા જેવું છે,કોઈ પૂછતું નથી..મદારીઓ ને સત્તા સોંપી હોય, અને એક પછી એક ડેન્ડા કાઢ્યે રાખે “નફો થોડો ને નુકસાન જાજુ” પણ થાય શું ક્યાં કામ મા વધુ નફો મળે તેવા કામ પસંદ કોન્ટ્રાકટર કરે, અને સત્તા ની મહોર લાગે,પછી બાકી શું રહે.. વિકાસ કોનો..? નગર નો કે નેતાઓ નો..? જેની પાસે સાયકલ નોતી એ ફોર વિલવાળા બન્યા છે ધમધમતું ગારીયાધાર ભેકાર બની ગામડું બની રહ્યું છે..વસ્તી બદલાઈ ગઈ છે..વિકાસ કોનો..?

કોઈક નો વિકાસ શૌચાલય મા થયો,કોઈ નો વિકાસ ગટરમા થયો, કોઈ નો વિકાસ વીજ ઉપકરણોની ખરીદીમાં થયો, કોઈનો વિકાસ ભૂગર્ભ ટાંકા મા થયો, કોઈ નો વિકાસ શિક્ષકો ની ભરતી મા થયો, કોઈનો વિકાસ બ્લોક પેવિગં મા થયો, કોઈનો વિકાસ સુખનાથ શોપિંગમા થયો, કોઈનો વિકાસ કચરા પેટીમાં થયો, કોઈનો વિકાસ ભંગાર વેચવામાં થયો, કોઈનો વિકાસ ગરીબોની યોજનાઓ લૂંટવા મા થયો, કોઈ નો વિકાસ ખડા પૂરવામાં થયો, કોઈનો વિકાસ ચેકડેમ મા થયો, કોઈનો વિકાસ બોગસ બીલો મા તો કોઈનો કમિશન મા અને આખરે ગ્રાન્ટ રોકડી કરવામાં કે ૩૦% કમિશનમા પણ થયો..

કહો તો આમાં વિકાસ કોનો..? નગર નો કે નેતાનો..? હવે જોગસ પાર્ક કે બોગસ પાર્ક મા પણ કોઈનો વિકાસ થઇ રહ્યો છે. માણસ થયેલી ભૂલો માથી કાઇક શીખે,પરંતુ ગારીયાધાર ના નેતાઓ ભૂલો ઉપર ભૂલો નો ટાવર બનાવે..પરંપરા નું સર્જન કરે..

સો વાત ની એક વાત આં હરામ નું ઘરમાં આવે એટલે શું થાય,આજે નહિ તો કાલે સમજાશે. “.છે છતાં નથી” નું સર્જન થાય, જે લોકો “સાત ફેરા ફર્યા એના ન થયા હોય એ વળી ગામના કેમ થાય” કેટલાક જુઠ્ઠાણાં ચલાવશે આં મોદી શિષ્યો..કેટલુંક લુટશે આં મોદી ભક્તો..?
જોયો ને અમારા ગારીયાધાર નો વિકાસ.આમાં ધારાસભ્ય બિચારો નવરો ક્યાંથી પડે..એક પછી અનેક કોભાંડીઓ રોડે ચડ્યા છે..આં તેની સ્કુલ નાં બાળકો છે..આં ફરિયાદ કરવી તો કોને કરવી..? “સબ ડાલ પર ઉલ્લુ બૈઠા હૈ”

લી
લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ – ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ
ભાવનગર
મો..9426534874

Admin

Admin

9909969099
Right Click Disabled!