“હેપ્પી ફેસીસ વડોદરા“ એ સતત ત્રીજા વર્ષે શારિરિક ખોડખાંપણ ધરાવતા બાળકો માટે મ્યુઝિકલ કોન્સર્ટ

- “હેપ્પી ફેસીસ વડોદરા “ એ સતત ત્રીજા વર્ષે શારિરિક ખોડખાંપણ ધરાવતા તથા અભાવ થી પિડિત બાળકો માટે એક મ્યુઝિકલ કોન્સર્ટ નું આયોજન તારીખ ૨૩:૦૨:૨૦૨૦ નાં સાંજે એમ્ફી થિએટર, કમાટીબાગ ખાતે કર્યું .જે “અશ્વ બેન્ડ” દ્વારા તેઓનાં સહભાગીપણાંમાં આ કાર્યક્રમ યોજી
આવા અભાવ અને કુદરત દત્ત શારિરીક ખોડખાંપણ ધરાવતા બાળકોનાં જીવનમાં ઉલ્લાસ અને આનંદ પ્રસરાવવાનો એક પ્રયાસ કરે છે “હેપ્પી ફેસીસ વડોદરા ના નવયુવાનો આ વખતે લગભગ ૧૦૦૦ ની સંખ્યામાં વિવિધ સંસ્થાઓ માંથી બાળકોને સ્પેશીયલ બસ દ્વારા કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા અને આ કોન્સર્ટ નો લાભ લીધો ,તથા તેઓમાં ચોકલેટ્સ-બિસ્કીટ ભરેલી એક એક ગુડી બેગનું વિતરણ કરવામાં આવ્યું અને તેઓનાં ચહેરા પર ખુશી અને હાસ્ય પ્રસરાવવા નો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો.
આ ઉપરાંત “હેપ્પી ફેસીસ,વડોદરા ” આવા બાળકો તથા આવા ગરીબ લોકોને કપડા લત્તા પહોંચાડે છે, તથા તેઓને જરૂરિયાત નાં સમયે મદદ કરવી એ જ એમનો સંકલ્પ અને ધ્યેય છે,અને તેને સમર્પિત ભાવ વડે પૂર્ણ કરવા કૃત નિશ્ચયી છે. વર્ષો વર્ષ આવા સામાજિક કાર્યો દ્વારા સમાજથી વિખુટા પડેલા લોકોને ખુશી પહોંચાડીને તેઓનાં ચહેરા પર આનંદ પ્રસરાવવા એ આ સંસ્થાનો મૂળ ધ્યેય છે.