પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે દિલ્હી જંતર-મંતર ખાતે ધરણા કાર્યક્રમ જવા માટે 300 શિક્ષકો રવાના

- રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિરે થી ફૂલહાર કરી શિક્ષકોને રવાના કર્યા.
- 27મીએ ગુજરાતના તમામ શિક્ષકો દિલ્હી ખાતે હજારોની સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો જોડાશે.
- જૂની પેન્શન યોજના લાગુ કરાવી, સાતમા પગાર પંચની અમલવારી પ્રથમ ઉચ્ચ ધોરણની 4200 ના ગ્રેડ પે થી ચુકવવાની મુખ્ય માંગણીઓ.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજપીપળા ખાતે પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે દિલ્હી જંતર-મંતર ખાતે ધરણા કાર્યક્રમ જવા માટે રાજપીપળા થી 300 શિક્ષકો રવાના થયા હતા. આજે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરેથી ફૂલહાર કરી શિક્ષકોને રવાના કર્યા બસમાં રવાના કર્યા હતા. 27મીએ નર્મદા સહિત ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષકો દિલ્હી ખાતે હજારોની સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોના કાર્યક્રમમાં જોડાશે.
આ બાબતે નર્મદા જીલ્લાના પ્રાથમીક શિક્ષણ સંઘના પ્રમુખ સુરેશભાઈ જે ભગતે તેમની માગણીઓના સંદર્ભે જણાવ્યું હતું, કે અમે 2006થી જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન ચલાવી રહ્યા છીએ અમારા પ્રશ્નોના ઉકેલ માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા દરેક રાજ્યોમાં શિક્ષકોએ 5 મી ઓક્ટોબર 2017 ના રોજ દિલ્હીના જંતર મંતર પર એક દિવસના ધરણાં કર્યા હતા, અને સરકારને ચેતવણી આપી હતી કે જો તમે કોઇ કાર્યવાહી નહીં થાય તો રાજ્યના બધા શિક્ષકો ફરીથી આંદોલન કરવા જણાવ્યું હતું.
સરકારના ઉદાસીન વલણ અને કારણે અમારા કોઈ પ્રશ્નોના ઉકેલ તા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણને સંઘને ફરીથી આંદોલન કરવાની ફરજ પડી છે. આ અગાઉ રાજપીપળા ખાતે ધરણા પ્રદર્શન પણ કર્યું હતું. સંઘના પ્રમુખ સુરેશભાઇ એ તેમની પ્રશ્નોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારી માંગણીઓમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવા છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી તા.1/1/2016 ની અસરથી દેશના બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી.
દેશના બધા રાજ્યોમાં ફિક્સ પગારી શિક્ષકો, પેરા ટીચર, શિક્ષક સહાયક, વિદ્યા સહાયક, ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકોની 31 માર્ચ 2021 પહેલા એકસરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી તેમજ શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષા શિક્ષણ માટે ની પરીક્ષા પહેલાં પૂર્વ આયોજન કરવું, જેમાં ઉચ્ચતર પગારધોરણ સીસીસી પાસ કર્યા બાદ પણ જે તે લાગુ પડતી તારીખથી મંજૂર કરવું 30/6 /2016 પછીની મુદત વધારવા સાથે પ્રથમ ઉચ્ચતર ધોરણ 4200 ના ગ્રેડ પે થી ચુકવવા સાથેની અમારી મુખ્ય માગણીઓ પ્રત્યે સરકાર સત્વરે ઉકેલ લાવે તેવી માંગ કરી છે. હવે દેશભરમાંથી શિક્ષકો આંદોલનમાં જોડાશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા