વિસાવદરના હસ્નાપુર ગામે પ્રાર્થના હોલનુ લોકાર્પણ કરવામાં આવ્યું

વિસાવદર થી 12કિલોમીટર જંગલ નુ છેવાડા નુ ગામ હસ્નાપુર ગામે અખિલ સાધુસમાજ ના પ્રમુખ પૂજ્ય મુકતાનન્દ બાપુ ના માર્ગદર્શન નીચે ચાલતા આંનદ ધારા પ્રોજેક્ટ અંતરગત હસ્નાપુર પ્રાથમિક શાળામાં એક પ્રાર્થના હોલ બનાવી આપેલ તે પ્રાર્થના હોલ નુ આજે પૂજ્ય મુક્તાનંદ બાપુ તેમજ યુ કે થી ખાસ પધારેલ ગુટકા પરીવારના હસ્તે આજે આ પ્રાર્થના હોલનુ લોકાર્પણ કરવામાં આવેલ હતું આ તકે હસ્નાપુર શાળાના બાળકો દ્વારા પૂજ્ય બાપુનુ સ્વાગત કરવામાં આવેલ હતું અને સ્કૂલની બાળાઓ દ્વારા મનુસ્ય તૂ મહાન છે તે નામ નુ નૃત્ય ગીત રજૂ કરવામાં આવેલ હતું આ તકે પૂજ્ય બાપુએ તેમના આશીર વચનમાં છેવાડાના બાળકોને પૂરેપૂરું શિક્ષણ મળે આ કોમ્પ્યુટર અને અંગ્રેજી યુગ મા બાળકોને આનંદધારા અંતર્ગત શિક્ષણ પૂરું પાડવામાં આવશે.
આ બાળકો દેશના કર્યો માટે મહાન વ્યક્તિ બને અને પ્રાયાવરણનું જતન કરે અને વ્યસન નો ત્યાગ કરીને દેશ માટે સારા કાર્ય કરે એવા આશીર વચન આપેલ છે અને આ તકે શિક્ષકો ને પણ બાળકોનું ધડતર કરવું એ તેમની ફરજ સમજીને કોઈ પણ જાતની કચાસ નો રાખવી અને વધુ મા વધુ સમય બાળકોના ધડતર મા ધ્યાન આપે એવુ બાપુએ શિક્ષકો ને શીખ આપેલ હતી આ તકે આનંદધારા પ્રોજેક્ટ ના પંડિત સાહેબે તેમના ઉદબોધન મા જણાવેલ કે આનંદધારા પ્રોજેક્ટ અંતર્ગત આજે 39 આંગણવાડી અને 15 ગામની સ્કૂલ નુ સંચાલન કરવામાં આવે છે આ તકે વિસાવદર આર એફ ઓ ગઢવી તેમજ હસ્નાપુર ગામના સરપંચ અને સ્કૂલ સ્ટાફ અને ગ્રામ જનો ઉપસ્થિત રહયા હતા અને આ તકે પૂજ્ય બાપુનુ તેમજ યુ કે થી આવેલ મહેમાનોનું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ હતું અને આ લોકાર્પણનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો.
રિપોર્ટ : હરેશ મહેતા