નમસ્તે ટ્રમ્પ : ગુજરાત વિદ્યાપીઠના ૫ વિદ્યાર્થીઓને પોલીસે ડિટેઇન કર્યા
અમદાવાદ,
મહાત્મા ગાંધીની સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા પોલીસે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો. અડધી રાત્રે પોલીસ ગુજરાત વિદ્યાપીઠમાં ઘુસી હતી અને પાંચ જેટલા વિદ્યાર્થીઓને ડિટેઇન કરીને લઇ ગઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં આ વિદ્યાર્થીઓ વિરોધ કરશે તેવી શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના આગમના કારણે શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રÌšં હતું. ક્રાઈમ બ્રાંચ દ્વારા તમામ માથાભારે અને વિરોધીઓ પર બાજ નજર પણ રાખવામાં આવી રહી હતી. જેથી પોલીસને મોડી રાત્રે એક બાચમી મળી હતી કે, વિદ્યાપીઠમાં કેટલાક લોકો મોદી અને ટ્રમ્પના રોડ શો દરમિયાન વિરોધ કરવાના છે જેથી પોલીસ તાત્કાલિક વિદ્યાપીઠ પહોંચી હતી અને તમામ પાંચ લોકોની અટકાયત કરી હતી.