૬ માસના લાંબા અંતરાલ બાદ ઘોઘા-દહેજ રો-પેકસ સેવા ફરી શરૂ કરાઈ

ભાવનગર,
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલી ખંભાતની ખાડી તટેથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર દહેજને સમુદ્ર માર્ગે જાડવા માટે કેન્દ્ર સરકારે યોગ્ય કટીબદ્ધતા દાખવી કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઘોઘા અને દહેજના દરીયા કાંઠે પાણીમાં તરતા પ્લેટફોર્મ બનાવ્યા છે. પરંતુ દહેજ ટર્મિનસ જયાં મોજુંદ છે તે સ્થળે નર્મદા અને તાપી નદી પણ દરિયાને મળતી હોવાથી દહેજ ટર્મિનસ Âસ્થત ચેનલમા વારંવાર કાંપનો ભરાવો થતો હોય છે. જેથી પરીવહન સેવાની શીપને તરતી રાખવા માટે પુરતા પ્રમાણમાં પાણીનો ડ્રાફટ મળતો ન હોવાથી છ માસ પૂર્વે સેવા સ્થગિત કરવામાં આવી હતી.
૬ માસ વિત્યા બાદ આ પરીવહન સેવા ફરી એકવાર શરૂ થઈ ગઇ છે. બપોરે ઘોઘા ટર્મિનસથી શીપ દહેજ જવા રવાના થયું હતું. આ શીપમાં લોડેડ ટ્રક તથા અન્ય વાહનો સાથે મુસાફરોની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમુદ્રની ભરતી પ્રમાણે શીપ ચલાવવામાં આવી રÌšં છે. જેના કારણે લોકોને આ મુસાફરી કરવી થોડી મુશ્કેલ બની રહી છે.