મોરબી : સીરામીક ઉદ્યોગપતિની આંખમાં મરચું છાંટી ૧૮ લાખની દિલધડક લૂંટ

મોરબી : સીરામીક ઉદ્યોગપતિની આંખમાં મરચું છાંટી ૧૮ લાખની દિલધડક લૂંટ
Spread the love

મોરબી : મોરબીમાં બેંક લૂંટનો બનાવ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક મોટી લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં વાવડી રોડ પરથી ધોળે દિવસે સીરામીક ઉદ્યોગપતિની આંખમાં મરચું નાખી બે શખ્શો ૧૮ લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટારુઓને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરી છે.

આ લૂંટના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આલાપ પાર્ક રોડ ઉપર રહેતા પ્લેટીના વિટ્રીફાઇડ વાળા હિતેશભાઈ લાલજીભાઈ સરડવા આજે સવારે તેમના જુના ઘર વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી પાસે આવેલી તેમની ઓફીસમાં અરસામાં પોતાની ઈનોવા કાર લઈને આવી રહ્યા હતા અને કારમાંથી ઉતરતા જ ડબલ સવારી બાઈકમાં આવેલ બે શખ્શોએ વેપારીની આંખમાં મરચું નાખી તેની પાસે રહેલ ૧૮ લાખ રોકડ ભરેલો થેલો લઈને ફરાર થયા છે.

આ બનાવને પગલે પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા નાકાબંધી કરી છે. ત્યારે વધુ એક લૂંટના બનાવથી ભારે ચકચાર મચી ગઇ છે. જિલ્લાભરની પોલીસે આ લૂંટારુઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની એ ડિવિઝન પી.આઈ ચૌધરી સહિતનો પોલીસ કાફલો સઘન તપાસ ચલાવી રહ્યો છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!