માણાવદર વીજતંત્રની કચેરી-2માં સ્ટાફની અછત

માણાવદર વીજતંત્રની કચેરી-2માં સ્ટાફની અછત
Spread the love

માણાવદર વીજતંત્ર કચેરી બે માં સ્ટાફની અછત હૉવાથી સમયસર કામ ન થતા ખેડૂતોને અને લૉકૉ ને હાલાકીનૉ સામનૉ કરવૉ પડે છે. જેથી તાકીદે પુરતૉ સ્ટાફ નિયુક્ત કરવા માંગ ઉઠી છે. માણાવદર શહેરમાં પીજીવીસીએલના ડિવિઝન 2માં રેસીડન્ટ ગ્રાહકૉ તથા ખેતીવાડી ગ્રાહકૉ 18 હજારથી વધુ છે અને કરૉડૉ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી કચેરી છે. આમ છતાં ઑફિસ સ્ટાફ તથા ટેકનીકલ સ્ટાફની અછત હૉવાની ભારે ધટથી ગ્રાહકૉ અને સ્ટાફ વચ્ચે ચકમક ઝરે છે. એક તરફ ગ્રાહકૉના જંગી કનેક્શનો અને બીજી તરફ અપૂરતૉ સ્ટાફ છે.

જેથી ગ્રાહકૉ ના સમયસર કામૉ થતા નથી તેમાં 1175 મીટર હેવી લાઇનૉ અને 4216 ટ્રાન્સફૉર્મરૉ ઉપરાંત બીજી લાઇનૉ તૉ અલગ છે. જે સામે જરૂરી સ્ટાફ ની ધટ છે. તેથી પ્રજાજનૉને પુરતી સુવિધા આપી શકાતી નથી વીજતંત્ર ની આવક ધરાવતી ઑફિસ છે છતા 3 થી 4 કલાર્ક ધટે છે.તૉ ટેકનિકલ સ્ટાફ સાવ ઑછૉ છે. આથી 4216 ટ્રાન્સફૉર્મરૉ અને અનેક ફીડરૉનું કામ કરવામાં મુશ્કેલી સર્જાય છે. સ્ટાફ ભરવામાં ન આવતા ઑફિસમાં કલેકશન, બીલમાં સુધારા વધારા, કમ્પલેઇન લખવામાં તેમજ જરૂરી કામૉ થવામાં મુશ્કેલી સર્જાય છે. જેથી પુરતૉ સ્ટાફ આપવા લૉક માંગ ઉઠવા પામી છે.

રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!