25 કરોડના ખર્ચ કરજણ જળાશયની કેનાલનું નવુ સમારકામ પૂર્ણ થતા કેનાલોમાં પાણી છોડાયું

- કરજણ ડેમમાંથી કુલ 200 કયુસેક સિંચાઇ અને હાઈડ્રોપાવર માટે છોડાયું.
- ઉનાળાની શરૂઆત થતાં કરજણ ડેમમાં હાલ 66% પાણી.
- સિંચાઈ માટે ખેડૂતોની માંગ શરૂ થતા કરજણ જળાશય યોજના ડાબા કાંઠાની નહેરમાં 200 કયુસેક પાણી છોડવામાં આવ્યુ સ્મોલ
- હાઈડ્રોપાવર પાવરનો એક યુનિટ શરૂ કરતા 3,55,000 યુનિટ વીજ ઉત્પાદન શરૂ થયું.
- કેનાલો નવી બનતા હવે કેનાલો લીકેજ નહીં થાય, પાણીનો બગાડ અટકશે અને ખેતી માટે વધારે પાણી ખેડૂતને આપી શકાશે
ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ જળાશય યોજનાની કેનાલ વર્ષોથી વિસ્તાર હતી તેને ઘણા વખત પછી કરજણની ડાબા અને જમણા કાંઠાની બંને કેનાલોમાં પડેલી તિરાડો ગામડા પુરી 25 કરોડના ખર્ચે નવું સમારકામ કરતા કેનાલો હાલ નવી ચેનલ બની ગઈ છે, જેના ફળ સ્વરૂપે નવી કેનાલમાં માટે પાણી છોડવામાં આવ્યું છે. કેનાલોમાં સમારકામ પછી પહેલી વાર કરજણ ડેમમાંથી ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં કુલ 200 કયુસેક અને હાઈડ્રોપાવર માટે પાણી છોડાયું છે.
જેને કારણે સ્મોલ હાઈડ્રોપાવર પાવરનું 21 યુનિટ પણ શરૂ કરતાં તેમાંથી 35,000 યુનિટ સૈનિક વીજ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે કરજણ જળાશયબ યોજનાના કાર્યપાલ ઈજનેર જયેશ વાઘેલાના જણાવ્યા અનુસાર હાલ ઉનાળાની શરૂઆત થતાં ખેડૂતોની માંગ અને જરૂરિયાત પ્રમાણે સિંચાઈ પ્રમાણે તબક્કાવાર પાણી છોડવામાં આવશે, હાલ ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં કુલ 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
નવી કે નંગે કાર્યપાલક ઇજનેર વાઘેલાએ જણાવ્યું છે કે નો નવી કરતા હવે કેનાલો લીકેજ નહીં થાય, પાણીનો બગાડ અટકશે અને ખેતી માટે વધારે પાણી ખેડૂતોને આપી શકાશે, જોકે પહેલા સિઝન પ્રમાણે પાણી અપાતું હતું પણ હવે રોટેશન પ્રમાણે પાણી અપાશે, કારણ કે ખેડૂતો હવે બારેમાસ બારમાસી પાક લેતા થયા છે અને આધુનિક ખેતી કરતા થયા છે તેથી માંગ પ્રમાણે આવો ભરવાથી પાણી મેળવી શકાશે.
હાલ ઉનાળાની શરૂઆત થતાં ગુજરાતમાં મોટાભાગના ડેમમાં પાણી ઓછું થઈ રહ્યું છે પણ ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ જળાશય યોજના નો એકમાત્ર કરજણ ડેમ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ પુરાવા થયો છે. કરજણ ડેમમાં હાલ 66% પાણીનો ભરપૂર પ્રયાસ જથ્થો છે આ આખો ઉનાળો અને આવતા ચોમાસા સુધી પાણી પીવા માટે અનેક ખેડૂતો માટે પૂરતું પાણી મળી શકશે તેમ ડેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે.
ઉનાળામાં ખેડૂતોની ડિમાન્ડ પ્રમાણે પાણી આપવાની તંત્રની પુરતી તૈયારી છે. હવે ઉનાળુ પાક માટે સિંચાઇ માટે ખેડૂતોને પાણી આપવાનું શરૂ કરાયું છે, આ પાડી ઉનાળુ પાક કેડી,ઘઉં, ચણા,જુવાર,મકાઈ માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે, ભરૂચ નર્મદા ના નાદોદ, ગઢેશ્વર અને વાલિયા નેત્રંગ એમ ચાર તાલુકામાં15000 હેક્ટરમાં સિંચાઇનું પાણી આપવા કરજણ ડેમ કટિબંધ બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે1990 થી કરજણ ડેમમાંથી જરૂરિયાત અને માંગ પ્રમાણે પાણી છોડવાની તથા ડેમમાં પાણીનો સંગ્રહ કરવાની તેમજ ખેતીમાં સિંચાઇ માટે પાણી આપવાની કામગીરી અવિરત પણે ચાલી છે. આજે કરજણ ડેમના કમાન્ડ એરિયા માં દર વર્ષે ઘેરાતા પાણીથી નદી નવપલ્લવિત થઈ રહી છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા