પડતર પ્રશ્નોના ઉકેલ માટે દિલ્હી ખાતે ધરણામાં 300 થી વધુ પ્રાથમિક શિક્ષકો જોડાયા

પડતર પ્રશ્નોના ઉકેલ માટે દિલ્હી ખાતે ધરણામાં 300 થી વધુ પ્રાથમિક શિક્ષકો જોડાયા
Spread the love
  • જૂની પેન્શન યોજના લાગુ કરવી, સાતમા પગાર પંચની અમલવારી, પ્રથમ ઉપધો રણ 4200 ના ગ્રેડ પે થી ચુકવવાની મુખ્ય માંગણી સામે રણસીંગુ

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત દિલ્હી ખાતે ખાતે ગુજરતા ભરમાંથી મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો તેમની જૂની પેન્શન યોજનાની મુખ્ય માંગણીઓના સંદર્ભમાં ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં નર્મદા જિલ્લાના 300થી વધુ પ્રાથમિક શિક્ષક ધંધામાં જોડાયા હતા, જેમાં નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશ ભગત અને મંત્રી કલમ વસાવા તથા 5a તાલુકાના પ્રાથમિક શિક્ષકો ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા.

આ બાબતે નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ જે. ભગતે તેમની માગણીઓના સંદર્ભે જણાવ્યું હતું કે અમે 2006 ની જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન ચલાવી રહ્યા છીએ. તમારા પ્રશ્નોના ઉકેલ માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારને ચેતવણી આપી હતી કે જો કોઇ કાર્યવાહી નહીં થાય તો રાજ્યના બધા શિક્ષકો ફરીથી આંદોલન કરશે. પણ સરકારના ઉદાસીના વલણને કારણે અમારા કોઈ પ્રશ્નો ના ઉકેલાતા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ફરીથી આંદોલન કરવાની ફરજ પડી છે. આજે સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો માટે આવે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!