અંબાજી આરએફઓ એ ગેરકાયદેસર બ્લાસ્ટીન્ગ કરતું ટ્રેક્ટર ઝડપ્યું

શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે, આ વિસ્તાર આખો વન વિભાગના અભ્યારણ તરીકે ઓળખાય છે, અંબાજી આસપાસના જંગલોમા ઘણા સમયથી ગેર કાયદેસર પ્રવુતિ ચાલતી હતી પરંતુ હાલમા આવેલા પ્રકાશ ભૂતડીયા, આરએફઓ એ પોતાની સુંદર કામગીરીથી આ વિસ્તારમા લોકપ્રીય થઇ રહ્યા છે.
આજે વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે આબુરોડ માર્ગ પર આંબલીમાળ ગામ પાસે આવેલા વન વિભાગની જગ્યામા કોઈ ખાનગી ટ્રેક્ટરવાળા ગેરકાયદેસર બ્લાસ્ટીન્ગ કરતા હતા ત્યારે વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી આ ટેક્ટરને ઝડપી પાડેલ હતુ ત્યારે ટ્રેક્ટર ચાલક ત્યાથી ટ્રેક્ટર મુકી ફરાર થઇ ગયો હતો.
અંબાજી વન વિભાગમા પ્રકાશ ભૂતડીયા જ્યારથી આરએફઓ તરીકે આવ્યા છે ત્યારથી એક્શન મોડ મા જોવા મળી રહ્યા છે આજે તેમને બાતમીના આધારે રેડ કરી ટેક્ટર પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે આમ માત્ર એક મહિના મા આરએફઓ દ્વારા બે રેડ કરાતા અંબાજીવાસીઓમાં ફડફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારમા જંગલની જગ્યામા ઘણા ગેરકાયદેસર કામો થઇ રહ્યા છે, જીજે-08-એજે-3903 નંબરના ટ્રેક્ટરને ઝડપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.