“ફોર પી” વિદ્યાર્થી જીવનમાં “ફાઉન્ડર સ્ટોન” : તખુભાઈ સાંડસુર

વેળાવદર /ભાવનગર
ભાવનગર જિલ્લાની શાળા કાણકિયા પારેખ હાઇસ્કુલ -વેળાવદર ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ 25- 2 -20ના રોજ સંપન્ન થયો. સમારોહમાં શિક્ષણકાર અને વક્તા શ્રી તખુભાઈ સાંડસુર સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થી જીવનમાં પરીક્ષા સર્વસ્વ નથી તો પણ તેનું મહત્વ ‘કૌંસ’માં મૂકી શકાય તેમ નથી. પરીક્ષાખંડમાં વિદ્યાર્થી સ્વસ્થ,સમસ્ત અને સર્વત્ર થઈને ઉઘડે તો સફળતા તેને શોધતી આવે. તે માટે ‘ફોર પી ‘હસ્તગત કરવા તેમણે અનુરોધ કર્યો.
પ્લાનિંગ, પોઝિટિવિટી, પરફેક્શન અને પર્ફોર્મન્સ. જો આયોજન સુદઢ મજબૂત હશે તો ભાર નહીં આભારનો અનુભવ કરી શકશો. હકારાત્મકતાથી જીવન રગદોળાઇ તો અભી અગનખેલ પણ આસાન બને. તમે જે કરો તેમાં ચોક્કસતા હોય અને તમારો દેખાવ જેટલો મજબૂત તેટલા તમે વધુ પ્રતિભાવંત. પરીક્ષા આડે ગણતરીના કલાકો છે ત્યારે સમયને સાચવી લેવા પર ભાર તેઓએ મૂક્યો. આઇટીઆઇના આચાર્ય શ્રી બાબુભાઈ ગુજરાતીએ તકનીકી અભ્યાસક્રમો તરફ વિદ્યાર્થીઓને લક્ષ આપવા જણાવ્યું.
તાલીમી સંસ્થાઓમાં ચાલતાં અભ્યાસક્રમની સુંદર વિગતો અને માહિતી રજૂ કરી. વિદ્યાર્થીઓ સર્વશ્રી પૃથ્વીરાજ ભાઈ હિતેશ ભાઈ સાંડસુર પાયલબેન અને નેન્સીબેન તથા શિક્ષક શ્રી સંજયભાઈએ પ્રસંગોચિત પ્રતિભાવો રજૂ કર્યા. આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ઝાલા અગ્રણી શ્રી નાજભાઈ સાંડસુર, મહેશભાઇ ઝાલા, અશોકભાઈ જોગાણી ઉદ્યોગપતિ શ્રી સાંકળિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યકારી આચાર્યશ્રી કૈલાસબેન બગડાએ સુચારૂ સંચાલન કર્યું હતું. વ્યવસ્થા શ્રી વાલજીભાઇ હુલાણીએ સંભાળી હતી. આભાર દર્શન શત્રુપાબેને કર્યું હતું.