દામનગર માલધારી અગ્રણી ઓઘડભાઈ છભાડના પુત્રનો અનોખો લગ્નોત્સવ

- દામનગર માલધારી અગ્રણીના પુત્રનો અનોખો લગ્નોત્સવ આકર્ષણનું કેન્દ્ર અનેકો અશ્વો ઊંટ ઐરાવત પ્રાચીન પરંપરાગત બળદ ગાડાઓમાં જાન જોડી
દામનગર માલધારી અગ્રણી ઓધડભાઈ છભાડ ના પુત્ર ચિ.રાહુલ ના લગ્નોત્સવમાં માલધારી પરંપરા વસ્ત્ર પરિધાન સાફા સાથે ગોવાળો દ્વારા લાઠી દાવ કરતબો ઐરાવત ઊંટ અશ્વો રથ બળદગાડા સાથે વિશાળ જાન શહેરના સરદાર ચોક આવી પહોંચતા ભારે આકર્ષણનું કેન્દ્ર બની. માલધારી સમાજની પરિવેશ પરંપરા અને સંસ્કૃતિની અનોખી ઝાંખી કરાવતી જાનમાં માલધારી સમાજ ની રૂઢિ પરંપરાને સંસ્કૃતિની ઝલકનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. માલધારી યુવાનના લગ્નોત્સવ માં ૨૦ થી વધુ સંતો મહંતો પ્રસિદ્ધ જગ્યાધારી ઠાકોર દ્વારાના મહંતો નવદંપતિ ઓ ને આશિષ માટે પધાર્યા હતા.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા