દામનગર : સ્વ. કાનજીભાઈ નારોલાની સ્મૃતિમાં સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ

દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સર્વરોગ એવન નેત્રયજ્ઞ યોજાયો. પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાના હસ્તે દીપપ્રાગટય કરી ખુલ્લો મુકાયો. સ્વ કાનજીભાઈ માવજીભાઈ નારોલાની સ્મૃતિ યોજાયેલ કેમ્પમાં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના દર્દી નારાયણોએ લાભ મેળવ્યો.
દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ એવમ નેત્રયજ્ઞ સંતશ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથેનો કેમ્પ યોજાયો. સિનિયર સીટીઝન ટ્રસ્ટ ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ અને ગાયત્રી મંદિરના સંયુક્ત ઉપક્રમે સ્વ. કાનજીભાઈ માવજીભાઈ નારોલાની પુણ્યસ્મૃતિમાં યોજાયેલ. કેમ્પનું પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાએ દીપપ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો. દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ખૂબ મોટી સંખ્યામાં દર્દી નારાયણો આ કેમ્પનો લાભ મેળવ્યો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા