મોરબીમાં વિનામૂલ્યે ફેકો મશીનથી નેત્રમણી આરોપણ કેમ્પ યોજાશે

શ્રીમતી રેખાબેન કાતરીયા સ્મૃતિ ટ્રસ્ટ અને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના સહયોગથી સ્વ. દુધીબેન મગનલાલ મહેતાના સ્મરણાર્થે રાષ્ટ્રીય જીલ્લા અંધત્વ નિવારણ સોસાયટી મોરબી અને મોરબી સરકારી આંખની હોસ્પિટલના તબીબી સહકારીથી તા. ૦૫ ને ગુરુવારના રોજ સવારે ૮ કલાકે સરકારી આંખની હોસ્પિટલ મોરબી ખાતે વિનામૂલ્યે ફ્રેંકો મશીનથી નેત્રમણી આરોપણ કેમ્પ યોજાશે.
જે કેમ્પમાં વિનામૂલ્યે ફ્રેકો મશીનથી (ટાંકા વગર) નેત્રમણી આરોપણ કરી આપવામાં આવશે મોતિયાના ઓપરેશન અધ્યતન ફેકો મશીનથી કરી નેત્રમણી વિનામૂલ્યે બેસાડી આપવામાં આવશે જે નેત્રમણી કેમ્પમાં મોરબી સરકારી આંખની હોસ્પિટલના સર્જન ડો. વી સી કાતરીયા અને ઓપ્થ. આસી એસ એમ કાલરીયા સહિતના તબીબો સેવા આપશે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી