કડીની પ્રમુખ સ્વામી કોલેજે સતત બીજા વર્ષે રાજ્યની ટોપ-૧૦ કોલેજમાં સ્થાન મેળવ્યું

- રાજ્યમાં સાતમો અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ રેન્ક સાથે કડીની પ્રમુખ સ્વામી કોલેજે સતત બીજા વર્ષે રાજ્યની ટોપ-૧૦ કોલેજોમાં સ્થાન મેળવ્યું.
- ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા છેલ્લા બે વર્ષથી રાજ્યની તમામ યુનિવર્સીટી તથા કોલેજોને સ્ટેટ રેન્કિંગ આપવામાં આવે છે. આ રેન્કિંગ
(૧) ટીચિંગ-લર્નીંગ એન્ડ રિસોર્સિસ (૨) રીસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટીસ (૩) ગ્રેજ્યુએશન આઉટ કમ તથા (૪) આઉટરીચ એન્ડ ઇન્કલ્યુઝીવીટી ને માપદંડ ગણીને આપવામાં આવે છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજે ઉપરોક્ત ચારેય માપદંડોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર રાજ્યમાં સાતમો ક્રમ પ્રાપ્ત કરી સતત બીજા વર્ષે રાજ્યની ટોપ-૧૦ કોલેજમાં સ્થાન જાળવી રાખ્યું છે.
સાયન્સ અને આર્ટ્સ ઉપરાંત વિવિધ છ સ્કીલ સેક્ટરમાં વોકેશનલ અભ્યાસક્રમો ધરાવતી આ કોલેજના વિવિધ સંશોધનો, વિદ્યાર્થીઓની ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ તથા વોકેશનલના વિદ્યાર્થીઓને મળતી શ્રેષ્ઠ રોજગારીને કારણે આ ઉચ્ચ ગ્રેડ પ્રાપ્ત થયો છે. સતત બીજા વર્ષે રાજ્યની ટોપ-૧૦ કોલેજમાં સ્થાન મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ સમગ્ર કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા છે. સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સંસ્થા સાથે MoU કરેલ ૫૦ થી વધુ ઉદ્યોગ જગતમાં પણ આનંદની લાગણી વ્યાપી છે. સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ તથા વાલીગણે પણ સંસ્થા માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.